ઝારખંડ મુક્તિ મોર્ચા (ત્નસ્સ્) ના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનની તબીયત બગડ્યા બાદ તેમને ખાસ વિમાનથી દિલ્હીની મેદાંતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર શિબૂ સોરેનને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. સીએમ હેમંત સોરેન પણ પોતાના પિતાની સાથે દિલ્હી માટે રવાના થઇ ગયા હતા. શ્વાસ લેવામાં તકલીફના કારણે થોડા […]
Author: JKJGS
ફ્રાંસ અને અમેરિકાની યાત્રા પહેલા પ્રધાનમંત્રીનું નિવેદન
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું છૈં એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને વ્યાપક જાહેર હિત માટે છૈં […]
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ ૧૩ જેટલાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો
૧૦ ફેબ્રુઆરીથી ૧૧૧ સ્થાનિક જિલ્લાઓમાં ૧૭.૫ કરોડથી વધારે વસતિને દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશેઃ શ્રી જે પી નડ્ડાએ ભારત લિમ્ફેટિક ફાઇલેરિયાસિસને નાબૂદ કરવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે અને રહેશે. અમારો સંકલ્પ વર્ષ ૨૦૨૭ સુધીમાં આ લક્ષ્યાંકને હાંસલ કરવાનો છે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા ૧૩ જેટલાં ઓળખાયેલા એલએફ અસરગ્રસ્ત […]
એરો ઇન્ડિયા ૨૦૨૫ ઉડાન શરૂ; રક્ષા મંત્રીએ બેંગાલુરુમાં એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનના ૧૫મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું
આજે સંરક્ષણ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના વિકાસ એન્જિનને શક્તિ આપી રહ્યું છેઃ રક્ષા મંત્રી એરો ઇન્ડિયા ૨૦૨૫ આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશેઃ શ્રી રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની ૧૫મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, “એરો ઇન્ડિયા ૨૦૨૫ […]
મહા કુંભ ૨૦૨૫ઃ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરવા માટે વિશેષ યોજના
નાફેડથી અત્યાર સુધીમાં ૧૦૦૦ મેટ્રિક ટનથી વધુ રાશનનું વિતરણ કરવામાં આવ્યું છે. ૨૦ મોબાઇલ વાન તૈનાત, વોટ્સએપ અને કોલ દ્વારા ઉપલબ્ધ રેશન કેન્દ્ર સરકારની એક વિશેષ યોજના પ્રયાગરાજ ખાતે મહાકુંભ ૨૦૨૫ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરી રહી છે. નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ઘઉંના લોટ, કઠોળ, ચોખા અને […]
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે હાજર હતા. મહામહિમએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિની આ મુલાકાત માત્ર […]
લકુલીશ યોગ યુનિવર્સિટીમાં “હનુમાનજીનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ” વિષય પર સંશોધન પૂર્ણ કર્યું
લકુલીશ યોગ યુનિવર્સિટીએ જાણીતા લેખિકા અને પત્રકાર અનિતા તન્નાને પીએચડીની ડિગ્રી એનાયત કરી છે. તેમણે ડૉ. અરુણા જાડેજાના માર્ગદર્શન હેઠળ “હનુમાનજીનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ: રામની વિવિધ કૃતિ(કથા)ઓને આધારે; હનુમાનજીના જીવનચરિત્રમાંથી પ્રતિફલિત જીવનમૂલ્યોની ઉપાદેયતા” વિષય પર સંશોધન કર્યું છે. અનિતા તન્નાની વિદ્વતા અને સાહિત્યિક યોગદાન નોંધપાત્ર છે. તેમના 22 પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાં ‘રજકણ […]
શોભાયાત્રા સહિત 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરાયું
અમદાવાદના જગતપુર વિસ્તારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર અને ગાયત્રી પરિવાર પ્રજ્ઞા મંડળ રાણીપના સંયુક્ત ઉપક્રમે ચાર દિવસીય ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત 8 ફેબ્રુઆરીએ ભવ્ય શોભાયાત્રાથી થઈ હતી. ત્યાર બાદ 9 અને 10 ફેબ્રુઆરીએ હરિદ્વારથી પધારેલા વિદ્વાન પંડિતોના માર્ગદર્શનમાં 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ […]
પાણી-ગટર સહિતની માળખાકીય સુવિધા માટે સરકાર પાસે 371 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત કરાશે
ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થાયી સમિતીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 371 કરોડની ગ્રાન્ટ માટે ગુજરાત શહેરી વિકાસ કમિશનને દરખાસ્ત મોકલવાની મંજૂરી આપી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં નભોઈ, રાંધેજા, કોલવડા, પેથાપુર, ઝુંડાલ, કોબા, રાયસણ, રાંદેસણ, કુડાસણ અને સરગાસણ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલની સુવિધાઓ […]
લાઇસન્સ વગરની દેશી બંદૂક સાથે નિર્મળનગરના યુવકની ધરપકડ
ભાવનગર શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નિર્મળનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક યુવક પાસેથી દેશી બનાવટની જોટાળી બંદૂક મળી આવી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, નિર્મળનગરના કેસરબાગ શેરી નંબર 3માં રહેતા 25 વર્ષીય દિગ્વિજયસિંહ સુજિતસિંહ ગોહિલના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ […]










