Gujarat

કમિશનરે કરદરમાં સૂચવેલો 150 કરોડનો વધારો ફગાવાયો, 20 નવી યોજનાઓનો ઉમેરો; ત્રણ સ્થળે ફૂટ ઓવરબ્રિજ બનશે

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું રૂ. 3118.28 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો રૂ. 150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દીધો છે અને બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું. પરંતુ, તે પણ […]

Gujarat

માયાભાઈ આહીરની તબિયતમાં સુધારો; ડાયરા દરમિયાન અચાનક બીમાર પડતા અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા

માયાભાઈ આહીરના ચાહકો માટે સારા સમાચાર છે. તેમની તબિયતમાં સુધારો આવ્યો છે, તેમનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી હું રેડી છું. કડી તાલુકાના ઝુલાસણ ગામે સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોનો લોક ડાયરા યોજાયો હતો. જેમાં અચાનક જ ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરની તબિયત […]

Gujarat

AMC કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ ચાર્જ લીધો, કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં હવે પાંજરા ઉપર કાંટાળી વાડ કરાશે

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ આજે 10 ફેબ્રુઆરીના રોજ સોમવારે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ તેમને મળવા માટે પહોંચ્યા હતા. જોકે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને પાંચ મિનિટ જ મુલાકાત કરી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો સાથે […]

Gujarat

મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ મંદિર અને સચિવાલયનો નવો રૂટ 11 ફેબ્રુઆરીથી શરૂ થશે

ગાંધીનગર અક્ષરધામ મંદિર અને સચિવાલય જતા નાગરિકો માટે અમદાવાદથી ગાંધીનગર અક્ષરધામ મંદિર સુધી નવી AMTS એક્સપ્રેસ બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સોમવારે મળેલી કમિટીમાં શહેરના લાલ દરવાજાથી એરપોર્ટ સુધીના રૂટ નંબર 102 પર ઓછા પેસેન્જર મળતા હોવાથી હવે મણિનગર ટર્મિનસથી ગાંધીનગર અક્ષરધામ મંદિર સુધી આવતીકાલે 11 ફેબ્રુઆરીથી નવી બે બસ શરૂ કરવામાં […]

Gujarat

કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ

વર્ષ ૨૦૨૪માં ગંભીર અકસ્માતનું ૧૦ % પ્રમાણ ઘટ્યું, જીવલેણ અકસ્માતમાં ઘટાડાથી ૩૮ માનવ ઝીંદગી સુરક્ષિત કરાઈ વાહન અકસ્માત ઘટાડવા અને ટ્રાફિક નિયંત્રણ અર્થે સર્વિસ રોડ પહોળા અને દબાણ રહિત કરવા કલેકટરશ્રીની તાકીદ રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ […]

Gujarat

કલેકટર કચેરી ખાતે પી.જી.વી.સી.એલ.ની સમીક્ષા બેઠક યોજાઈ

પી.એમ.સૂર્યઘર મુફ્ત વીજળી, સોલાર વિલેજ, સ્માર્ટ મીટર ઈન્સ્ટોલેશન સહિતની કામગીરી અંગે સમીક્ષા કરાઈ રાજકોટ કલેકટર કચેરી ખાતે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ (પી.જી.વી.સી.એલ.)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી ઈજનેરશ્રી એમ.બી.સુથારે પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટના વિવિધ વિસ્તારોમાં સોલાર રૂફ અડોપશનની કામગીરી, મીડિયમ વોલ્ટેજ, કવર્ડ કંડકટર, ટ્રાન્સફોર્મર, સ્માર્ટ મીટર સહિત મેઈન્ટેનન્સની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા […]

Gujarat

ઓલપાડ તાલુકાની શાળાઓમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને બહોળો પ્રતિસાદ 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ‘પરીક્ષા પે ચર્ચા’નાં ૮માં વિઝન અંતર્ગત ગુજરાતભરની શાળાઓને સમાંતર ઓલપાડ તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓ કાર્યક્રમમાં સહભાગી થઈ હતી. તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલનાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અભિનવ પહેલને તાલુકામાં ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. તાલુકાની સરકારી […]

Gujarat

માર્કેટયાર્ડ સાવરકુંડલામાં નવા જીરૂની આવક

હરરાજીમાં મુહુર્તમાં રૂા ૪૮૫૧/- પ્રતિમણના ભાવ બોલાયા.. આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા જીરૂની આવક ઘજડી ગામના ખેડુત માઘવજીભાઇ શામજીભાઇ કોઠીયાએ મારૂતિ ટ્રેડીંગના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા જીરૂની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણીના માર્ગદર્શનથી વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને ખેડુતો તથા વેપારીશ્રીઓનું મો મીઠુ કરાવીને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી […]

Gujarat

છેલ્લા ૧૪ વર્ષથી સાવરકુંડલાના બંને સ્મશાનના અસ્થિ વિનામૂલ્યે હરિદ્વાર જઈને અસ્થિ વિસર્જન કરતું સાઈ શક્તિ યુવા ગ્રુપ સાવરકુંડલા 

સમૂહ અસ્થિ વિસર્જન વિધિ (સાવરકુંડલા) મનુષ્યનાં અસ્થિ જેટલા દિવસ સુધી ગંગાજીનાં જલમાં રહે, તેટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગમાં નિવાસ કરે છે,આ ભાવનાથી શ્રી સાંઈ શક્તિ સેવા ટ્રસ્ટ  સાવરકુંડલા દ્વારા હરિદ્વાર મુકામે શ્રીગંગાજીમાં આપનાં સદ્દગત સ્વજનોનાં અસ્થિ વિસર્જન છેલ્લા ૧૪ વર્ષથી દર ૬ મહિને વિના મુલ્યે કરવામાં આવે છે. આ સેવા દીપકભાઈ ગોહિલ, હિતેષભાઇ ત્રિવેદી, […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામે લોકશાળા ખડસલીનો એનએસએસ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો

સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામે  શ્રી કુંડલા તાલુકો ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલીનો એનએસએસ કેમ્પ દાધિયા મુકામે આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના સંયોજક હરેશભાઈ પંડ્યા તેમજ ગોવાભાઇ ગાગીયા અને આચાર્ય નાનજીભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને સર્વપ્રથમ આવેલા મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એનએસએસ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો […]