National

રામ જન્મભૂમિ મંદિરના પાયાની પહેલી ‘રામ શિલા’ મૂકનાર કામેશ્વર ચૌપાલનું નિધન

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ સ્ન્ઝ્ર સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ, કામેશ્વરનું મૃત્યુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં થયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તમને જણાવી દઈએ કે કામેશ્વર ચૌપાલે રામ મંદિરના નિર્માણ માટે પહેલી ઈંટ મૂકી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ પણ કામેશ્વર ચૌપાલને પ્રથમ […]

National

ભારતે ૧૦૦ ગીગાવોટ સૌર ઊર્જા ક્ષમતાનું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું

૧૦૦ ગીગાવોટ સૌર ઊર્જા હાંસલ કરવાની સાથે જ ભારત ઊર્જા સ્વાતંત્ર્ય અને હરિયાળા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશી ભારતે ૧૦૦ ગીગાવોટ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતાને વટાવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં વૈશ્વિક સ્તરે અગ્રણી તરીકેનું પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ દેશની સ્વચ્છ, હરિયાળા […]

National

એઆઈ-સક્ષમ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે; ક્ષેત્રવાર ફરિયાદોનું વિશ્લેષણ આપવામાં આવ્યું

નેશનલ કન્ઝ્‌યુમર હેલ્પલાઇન ટોલ-ફ્રી નંબર “૧૯૧૫” તરીકે અથવા વેબ પોર્ટલ મારફતે ઉપલબ્ધ છે ઉપભોક્તા ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં ભારત સરકારનાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અંતર્ગત ગ્રાહક બાબતોનાં વિભાગે એઆઇ-સક્ષમ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (એનસીએચ) વ્યવસ્થા અપનાવી છે. જે ફરિયાદોનાં ક્ષેત્રવાર વિશ્લેષણ પ્રદાન કરે છે. આ નવી ટેકનોલોજી-સંચાલિત અભિગમનો […]

National

૨-૩ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૧-૩ ડિગ્રીનો ઘટાડો થશે; એક નવું પશ્ચિમી વિક્ષેપ ફરી સક્રિય થવાની શક્યતાઃ હવામાન વિભાગ

ફરી એક વાર વાતાવરણમાં જાેવા મળ્યો પલટો, હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર-પશ્ચિમમાં તાપમાનમાં ઘટાડો થયો છે સાથેજ દિલ્હી એનસીઆરમાં ફૂંકાતા ભારે પવનને કારણે ઠંડીની તીવ્રતા વધી છે અને આગામી દિવસોમાં આકાશ વાદળછાયું રહેશે. એક નવું પશ્ચિમી વિક્ષેપ ફરી સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ૫ દિવસ સુધી વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ […]

National

ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકર રાષ્ટ્રપતિને મળ્યા

‘રાષ્ટ્રપતિ ભવન વિમર્શ શૃંખલા’ હેઠળ વાતચીત કરતી વખતે પ્રેરક પ્રસંગો શેર કર્યા ક્રિકેટ દિગ્ગજ શ્રી સચિન તેંડુલકરે, તેમના પરિવારના સભ્યો સાથે, રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ અને શ્રી તેંડુલકરે અમૃત ઉદ્યાનની મુલાકાત પણ લીધી. બાદમાં, રાષ્ટ્રપતિ ભવનની પહેલ ‘રાષ્ટ્રપતિ ભવન વિમર્શ શૃંખલા’ હેઠળ એક ઇન્ટરેક્ટિવ સત્રમાં, શ્રી તેંડુલકરે […]

National

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે છત્તીસગઢના રાજનાંદગાંવમાં આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના પ્રથમ સમાધિ સ્મૃતિ મહોત્સવ અને શ્રી ૧૦૦૮ સિદ્ધચક્ર વિધાન વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં હાજરી આપી

આચાર્ય વિદ્યાસાગરજીનું જીવન ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રને સમર્પિત હતું G-૨૦ સમિટના આમંત્રણ પત્રમાં ‘ભારતના પ્રધાનમંત્રી’ લખીને, પ્રધાનમંત્રી મોદીએ આચાર્ય વિદ્યાસાગરજીના વિઝનને અમલમાં મૂક્યું કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે છત્તીસગઢના રાજનાંદગાંવ ખાતે શ્રી વિદ્યાસાગરજી મહારાજના પ્રથમ સમાધિ સ્મૃતિ મહોત્સવને સંબોધિત કર્યો હતો. શ્રી શાહે શ્રી ૧૦૦૮ સિદ્ધચક્ર વિધાન વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં પણ […]

Gujarat

સાણંદ જીઆઈડીસીમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને વેગ મળશે : ગૃહ રાજ્ય મંત્રી

સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના દ્વારા સાણંદ જીઆઇડીસીમાં સાણંદ ગ્લોબલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 250 કરતાં વધુ ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો, સાણંદ જીઆઇડીસીમાં સપ્લાય ચેઇન ઉભી કરવા આ ગ્લોબલ એક્સ્પોનું આયોજન કરાયું છે. જેમાં 7થી વધુ એમ.એન.સી. તથા અમદાવાદ, ગાંધીનગર અને સાણંદના વિસ્તારના ઉદ્યોગકારોએ ભાગ લીધો છે. ગ્લોબલ એક્સ્પોનું ઉદ્ઘાટન સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલે […]

Gujarat

વેલ્ડિંગ કામગીરી સમયે ધાબા પર આગ લાગી; ફાયરની 14 ગાડીએ બે કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો

અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભીષણ આગ લાગતાં મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 14 જેટલી ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી છે. ફાયરબ્રિગેડને સ્થાનિક મજૂરોના જણાવ્યા મુજબ, […]

Gujarat

જૂનાગઢના યુવાનને હાર્ટ એટેક આવતા લગ્નના દિવસે જ અમદાવાદમાં મોત

જૂનાગઢના યુવાનનું લગ્નના દિવસે જ અમદાવાદમાં હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.રાત્રે મહેંદી રસમ કરી હતી અને દાંડીયા રાસ લીધા હતા. જ્યારે વ્હેલી સવારે આવેલો એટેક જીવલેણ સાબિત થયો હતો. યુવાનના અચાનક મૃત્યુથી જૈન પરિવારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. આ અંગે જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં અજયભાઇ રતિલાલ સુરતી […]

Gujarat

વરિયાવ વિસ્તારમાં જ્યાં બાળકનું મોત થયું ત્યાં મેયરનું પૂતળું ગટરમાં નાખવાનો પ્રયાસ, કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

વરિયાવ વિસ્તારમાં ઢાંકણું ન હોવાથી ખુલ્લી ગટરમાં પડી જતાં કેદારનું મોત નીપજ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જ સમાજમાં તો આક્રોશ છે પરંતુ હવે આ મુદ્દે NSUI દ્વારા વરિયાવ ખાતે અનોખુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયરનું પૂતળું ગટરમાં નાખવાનો પ્રયાસ બે વર્ષના માસૂમ કેદાર વહીવટી તંત્રની બેદરકારીને કારણે મોતને ભેડ્યો છે. ગટરનું ઢાાંકણું ખુલ્લું હોવાને કારણે […]