Gujarat

ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ઇટ્રાના 200 લોકોએ યોગાભ્યાસ કર્યો

જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ITRA) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 12 જૂનના રોજ સવારે 7:30થી 8:45 દરમિયાન રામસર સાઇટ ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઇટ્રાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરીએ નેતૃત્વ સંભાળ્યું. મેરિન નેશનલ પાર્કના ડેપ્યુટી કંઝરવેટરી ઓફ ફોરેસ્ટ પ્રસાદ રવિ […]

Gujarat

જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ-સંશોધન સંસ્થામાં વિવિધ વિભાગોની મુલાકાત લઈ માહિતી મેળવી

અનંત અંબાણીના પત્ની રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ITRA)ની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થાના વિવિધ વિભાગોમાં ચાલી રહેલા શિક્ષણ અને સંશોધન કાર્યોની માહિતી મેળવી હતી. સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમે રાધિકા અંબાણીને ITRAમાં ઉપલબ્ધ ચિકિત્સા પદ્ધતિઓની વિગતવાર માહિતી આપી હતી. રાધિકા અંબાણીએ નિદાન પદ્ધતિ, ઔષધીય […]

Entertainment

પત્ની શૂરાની પ્રેગ્નેન્સીની પુષ્ટિ કરતાં તેણે કહ્યું- હું થોડો નર્વસ છું, પણ નવી જવાબદારી માટે તૈયાર છું

છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે અરબાઝ ખાનની બીજી પત્ની શૂરા ખાન પ્રેગ્નેન્ટ છે. જોકે, પરિવારમાંથી કોઈએ આ અંગે પ્રતિક્રિયા આપી ન હતી. હવે અરબાઝ ખાને આ અહેવાલોની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે તેની પત્ની શૂરા પ્રેગ્નેન્ટ છે અને તે 57 વર્ષની ઉંમરે ફરીથી પિતા બનવાના છે. આ દરમિયાન તેણે પોતાની […]

Entertainment

અક્ષય, અભિષેક અને રિતેશની ત્રિપુટી પર દર્શકોએ પ્રેમ વરસાવ્યો, પાંચ દિવસમાં દુનિયાભરમાં 175 કરોડની કમાણી

અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચનની ફિલ્મ ‘હાઉસફુલ 5’ જોવા થિયેટર્સ હાઉસફુલ થઈ રહ્યા છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ બમ્પર કમાણી કરી રહી છે. ફિલ્મે માત્ર 5 દિવસમાં જ ભારતીય બોક્સ ઓફિસ પર 111.75 કરોડની કમાણી કરી લીધી છે. અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ 5’ એ રિલીઝના માત્ર પાંચ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર […]

Gujarat

રથયાત્રાના પૂર્વે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે રિલીફ રોડ પરના ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં તપાસ કરવામાં આવી

શહેરમાં ૧૪૮ મી રથયાત્રા યોજાવાને હકે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે આજે બુધવારે રિલીફ રોડ પરના ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. આ માર્કેટ મોબાઇલ ફોન, સેકન્ડ હેન્ડ ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ગેજેટ્સના વેચાણ માટે જાણીતું છે. અહીં ઘણીવાર દસ્તાવેજાે વિના સીમ કાર્ડ અને બીલ વગર મોબાઇલનું વેચાણ થતું હોવાની ફરિયાદો […]

Gujarat

અમદાવાદ જિલ્લા શ્રમ આયુક્ત કચેરીની રેઇડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની સ્ટ્રેટેજી: છેલ્લાં બે વર્ષમાં કુલ ૫૧ કિશોર અને ૨૬ બાળકોને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યાં

બાળપણની ‘મીઠાશ‘ છીનવતી મજૂરીમાંથી મુક્ત કરાયો દસ વર્ષનો બાળક વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની પૂર્વ સંધ્યાએ મીઠાઈ ફેક્ટરીમાંથી ૧૦ વર્ષીય બાળક બાળમજૂરીમાંથી મુક્ત થયો તહેવારો અને ખુશીના પ્રસંગોમાં જે મીઠાઈઓ આપણા મોં મીઠા કરાવે છે, તે મીઠાઈ બનાવતી એક ફેક્ટરી પાછળ એક બાળકની જિંદગીની કડવાશ છુપાયેલી હતી. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની બરાબર આગલી સાંજે, […]

Gujarat

ગુજરાતમાં આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારના વિભાગોની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી. રાજ્યમાં પ્રિ-મોનસૂન કામગીરી વિવિધ વિભાગોએ હાથ ધરી છે અને વરસાદી સ્થિતિમાં જનજીવનને વિપરીત અસર ન પડે તેવું આયોજન પોતાના વિભાગોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી […]

National

કર્ણાટક વાલ્મીકિ કેસમાં ED ના બેલ્લારી કોંગ્રેસના સાંસદ અને ૩ ધારાસભ્યો પર દરોડા

વાલ્મીકિ કૌભાંડ સાથે જાેડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે કોંગ્રેસના બેલ્લારી સાંસદ ઇ. તુકારામ અને પાર્ટીના ત્રણ ધારાસભ્યો સામે દરોડા પાડ્યા હતા, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બેલ્લારીમાં પાંચ અને બેંગલુરુ શહેરમાં ત્રણ જગ્યાઓ પર મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ ની જાેગવાઈઓ હેઠળ તપાસ કરવામાં આવી […]

National

સરકાર દલિતોનું ગૌરવ પુન:સ્થાપિત કરવા, તેમને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે: પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન

મુખ્યમંત્રી ભગવંત માનએ જણાવ્યું હતું કે, પંજાબ અનુસૂચિત જાતિ જમીન વિકાસ અને નાણાં નિગમ હેઠળ અનુસૂચિત જાતિ અને ‘દિવ્યાંગજન‘ (વિકલાંગ વ્યક્તિઓ) ના દેવાદારોને ?૬૭.૮૪ કરોડની લોન માફીથી ૪,૮૦૦ પરિવારોને ફાયદો થયો છે. અમૃતસરમાં લોન માફી પ્રમાણપત્રોના વિતરણ સમારોહમાં બોલતા, માનએ ભાર મૂક્યો કે પંજાબના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે રાજ્યના વંચિત વર્ગોને આટલી વ્યાપક […]

National

રાજસ્થાન: જેસલમેર અને જાલોરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં ૭ લોકોના મોત, ૧૭ ઘાયલ

રાજસ્થાનના જેસલમેર અને જાલોર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે અને ૧૭ અન્ય ઘાયલ થયા છે, એમ પોલીસે જણાવ્યું હતું. પોકરણમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને એક નવદંપતી પાંચ પરિવારના સભ્યો સાથે કારમાં જેસલમેર પરત ફરી રહ્યું હતું, ત્યારે બાસનપીર ગામ નજીક મધ્યરાત્રિની આસપાસ એક અજાણ્યા […]