International

‘ચીન સાથે વેપાર વાટાઘાટો ખરેખર સારી રીતે ચાલી રહી છે‘: અમેરિકન વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક

અમેરિકાની ચીન સાથે ચાલી રહેલી વેપાર માટેની ચર્ચાઓ બાબતે યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે, ચીન સાથે વેપાર વાટાઘાટો “ખરેખર સારી રીતે ચાલી રહી છે” અને મંગળવાર રાત સુધીમાં ચર્ચાઓ પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ જાે જરૂર પડશે તો અધિકારીઓ બુધવારે લંડનમાં હાજર રહેશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વૈશ્વિક સ્તરે […]

Gujarat

કેવો રહેશે 12 રાશીવાળા લોકોનો દિવસ (12/06/2025)

મેષ આજે તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. જે લોકોએ ભૂતકાળ માં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકો ને તે ધન થી લાભ થવાની શક્યતા છે. પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો. વિવાદને કારણ વગર વધારશો નહીં એના કરતાં શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો. કામના સ્થાળે […]

Gujarat

ડ્રગ્સ પેડલરની પણ ધરપકડ; શહેરના યુવાનોને ટાર્ગેટ કરતી ગેંગની તપાસ ચાલુ

અમદાવાદ શહેરના તમામ પોશ વિસ્તારના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે ખાસ ગેંગ સક્રીય બની છે. ત્યારે જ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરિયાપુરની લાખોટા પોળમાંથી સાડા પાંચ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક પેડલરને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે તેને ડ્રગ્સ આપનાર સપ્લાયરની તપાસ ચાલુ છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેકટર એ.જે. ચૌહણ અને સબ ઇન્સ્પેકટર કે.ડી.રવિયાની ટીમને […]

Gujarat

લૌકિક ક્રિયા માટે ગયેલા પરિવારના મકાનમાંથી દાગીના-રોકડની ચોરી કરનાર આરોપી ઝડપાયો

જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં બે રહેણાક મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. એલસીબીની ટીમે તુષાર હસમુખભાઈ ધામેચા નામના આરોપીને ઝડપી લીધો છે. ચિંતનભાઈ રમણીકભાઈ અજુડીયા પોતાના પરિવાર સાથે લૌકિક ક્રિયા માટે જામનગર ગયા હતા. આ દરમિયાન તેમના બંધ મકાનમાંથી 20,000ની રોકડ રકમ અને 6 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. તેમના પડોશમાં […]

Gujarat

જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલવા પર પ્રતિબંધ મૂકાયો

જામનગર શહેરમાં ચોમાસા પૂર્વે મહાનગપાલિકા હરકતમાં આવ્યું છે અને પ્રથમ વખત ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ ખોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેને ઉલ્લંઘન કરનાર સામે ફોજદારી સહિતની કડક કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલવાથી મહાપાલિકાને નુકસાની તો જાય જ છે પરંતુ સાથોસાથ ગંભીર અકસ્માત થવાની સંભાવના પણ ખૂબજ વધી જાય છે. જામનગર મહાનગરપાલિકાના […]

Entertainment

કેટરિના કૈફ માલદીવ પર્યટનના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત

માલદીવ્સ પર્યટન ઉદ્યોગે બોલીવુડ અભિનેત્રી અને સ્ટાઇલ આઇકોન કેટરિના કૈફને તેના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. આ જાહેરાત સાથે, માલદીવ્સ માર્કેટિંગ અને પબ્લિક રિલેશન્સ કોર્પોરેશન એ તેનું સમર સેલ ઝુંબેશ પણ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરના પ્રવાસીઓને આ સુંદર દ્વીપસમૂહ તરફ આકર્ષવાનો છે. કેટરિનાની આ નવી જવાબદારી અંગે ઘણો ઉત્સાહ છે […]

Sports

TNPL 2025 ની મેચ દરમિયાન અસંમતિ દર્શાવવા બદલ રવિચંદ્રન અશ્વિનને ૩૦% દંડ ફટકારવામાં આવ્યો

તમિલનાડુમાં રવિવાર (૮ જૂન) ના રોજ કોઈમ્બતુરમાં ડિંડીગુલ ડ્રેગન્સ અને તિરુપુર તમિઝાન્સ વચ્ચેની તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) મેચ દરમિયાન અમ્પાયરના મેદાન પરના ર્નિણય સામે અસંમતિ દર્શાવવા બદલ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને તેની મેચ ફીના ૩૦% દંડ ફટકારવામાં આવ્યો છે. અશ્વિન અમ્પાયર કૃતિકાના ર્નિણયથી ખુશ ન હતા, જેમણે બોલ લેગ-સ્ટમ્પની બહાર પિચ કરતો દેખાતો હોવા […]

National

દિલ્હીના દ્વારકામાં એક ઈમારતમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલી એક રહેણાક ઈમારતમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આગથી બચવા માટે પિતા અને તેમના બે બાળકોએ બિલ્ડિંગથી કૂદકો મારી દીધો હતો. જે બાદ સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા. આ ઘટના મામલે મીડિયા સૂત્રો થકી મળતી માહિત મુજબ, સવારે ૧૦ વાગ્યે દિલ્હી ફાયર વિભાગને દ્વારકા સેક્ટર […]

National

રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં નહાવા પડેલા ૧૧ યુવકો ડૂબ્યાં, ૮ના મોત

રાજસ્થાનના ટોંક જિલ્લામાં પસાર થતી બનાસ નદીમાં નહાવા ગયેલા ૧૧ યુવાનો અચાનક જાેરદાર પ્રવાહમાં તણાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ યુવાનોના મૃત્યું થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ટોંક જિલ્લામાં બનાસ […]

National

ભારત ‘પ્રોજેક્ટ વિષ્ણુ‘ હેઠળ વિકસિત અદ્યતન હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કરવા માટે તૈયાર

દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે, ભારત ઓપરેશન સિંદૂરની સફળતાના એક મહિના પછી બીજી મિસાઇલ લોન્ચ કરવા માટે તૈયાર છે, કારણ કે દેશ તેની સૌથી અત્યાધુનિક હાઇપરસોનિક મિસાઇલ, એક્સટેન્ડેડ ટ્રેજેક્ટરી-લોંગ ડ્યુરેશન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ (ET-LDHCM) નું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે. DRDO ના ગુપ્ત “પ્રોજેક્ટ વિષ્ણુ” ના ભાગ રૂપે સ્થાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં […]