International

અમેરિકાને વિદેશી મિસાઇલના હુમલાના જાેખમથી બચાવવા માટે અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ શીલ્ડ ‘ગોલ્ડન ડોમ બનાવવામા આવશે

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું મોટું એલાન વિદેશી હુમલાના જાેખમથી બચવા અમેરિકા બનાવાશે શીલ્ડ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ પ્રોજેક્ટનું એલાન કર્યું હતું, જેની અંદાજિત કિંમત ૧૭૫ બિલિયન ડૉલર જણાવવામાં આવી રહી છે. ગોલ્ડન ડોમનો પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ચીન અને રશિયા જેવા દેશોથી ઉત્પન્ન થતાં જાેખમથી અમેરિકાનું રક્ષણ કરવાનો છે. […]

International

બલૂચ બળવાખોરોએ જાફર એક્સપ્રેસ હાઇજેકનો ફૂટેજ જાહેર કર્યો, ૨૧૪ પાકિસ્તાની લશ્કરી બંધકોને ખતમ કરવાનો દાવો કર્યો

બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસના નાટકીય અપહરણના બે મહિના પછી, બલુચ લિબરેશન આર્મી એ “દરા-એ-બોલાન ૨.૦” નામનો ઓપરેશનનો વિગતવાર ૩૫ મિનિટનો વિડિઓ બહાર પાડ્યો છે. આ ફૂટેજ અલગતાવાદી જૂથની રણનીતિઓ અને દાવાઓની એક દુર્લભ ઝલક આપે છે, જે પાકિસ્તાનના ઘટનાઓના સત્તાવાર સંસ્કરણનો વિરોધાભાસ કરે છે. ૧૧ માર્ચે ક્વેટાથી પેશાવર જઈ રહેલી ૪૫૦ મુસાફરોને લઈને જતી જાફર એક્સપ્રેસનું […]

International

કોરોના રિટર્ન: હોંગકોંગ, સિંગાપુર બાદ હવે થાઇલેન્ડમાં નવા કેસો નોંધાયા

દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક દેશોમાં અચાનક COVID-19 ની નવી લહેર ફેલાઈ રહી છે, જેમાં હોંગકોંગ, સિંગાપોર, ચીન અને થાઇલેન્ડમાં ચેપમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સિંગાપોરમાં ગયા વર્ષે કેસોમાં ૨૮ ટકાનો વધારો જાેવા મળ્યો છે, જેમાં ૧૪,૨૦૦ કેસ નોંધાયા છે. હોંગકોંગમાં છેલ્લા ૧૦ સપ્તાહમાં ૩૦ ગણો વધારો થઇ રહયો છે. હોંગકોંગ ઉપરાંત સિંગાપુરમાં પણ ૩૦ […]

International

નેપાળમાં ૪.૭ ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ થઈ નથી

નેશનલ અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (દ્ગઈસ્ઇઝ્ર) અનુસાર, મંગળવારે બપોરે પશ્ચિમ નેપાળમાં ૪.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કાસ્કી, તાનાહુન, પરબત અને બાગલંગ સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જાેકે નુકસાન કે જાનહાનિના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી આશરે ૨૫૦ કિલોમીટર પશ્ચિમમાં કાસ્કી જિલ્લાના સિનુવા વિસ્તારમાં ઓળખાયું હતું. ભૂકંપ સ્થાનિક સમય મુજબ […]

International

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે ૨ કલાકની વાતચીત બાદ પુતિન યુક્રેનમાં લડાઈનો અંત લાવવા માટે કામ કરવા તૈયારી દર્શાવી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, મોસ્કો યુક્રેનમાં લડાઈનો અંત લાવવા માટે કામ કરવા તૈયાર છે. પુતિને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે કલાક લાંબી ફોન વાતચીત કર્યા પછી આ વાત સામે આવી. તેમણે કહ્યું હતું કે, રશિયા અને યુક્રેનને બધા પક્ષોને અનુકૂળ સમાધાન શોધવાની જરૂર પડશે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથેના કોલને “નિખાલસ […]

International

ચીન પાકિસ્તાનમાં સૌથી ઊંચો ડેમ બનાવી રહ્યું છે જે પેશાવરને દરરોજ ૩૦૦ મિલિયન ગેલન પાણી પૂરું પાડશે

ચીન દ્વારા પાકિસ્તાનમાં વિશ્વનો પાંચમો સૌથી ઊંચો ડેમ બનાવવામાં આવી રહ્યો છે જે પેશાવરને દરરોજ ૩૦૦ મિલિયન ગેલન પાણી પૂરું પાડે છે. આ સંદર્ભમાં, એક મીડિયા રિપોર્ટ અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ૧૯૬૦ની સિંધુ જળ સંધિ સ્થગિત કર્યાના અઠવાડિયા પછી, દેશે પાકિસ્તાનમાં બંધ પર કામ ઝડપી બનાવવાની યોજના જાહેર કરી છે. રાજ્ય માલિકીની ચાઇના […]

International

અમેરિકાએ ગેરકાયદેસર ઈમિગ્રેશન સામેની ઝુંબેશ ઉગ્ર બનાવી; શંકાસ્પદ ટ્રાવેલ એજન્સીઓની ઓળખ થઈ રહી હોવાનો દાવો

અમેરિકી તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માં સંકળાએલ, ઈમિગ્રેશનમાં મદદ કરનારા ભારતીય ટ્રાવેલ એજન્સીઓ સામે કડક પગલાં જાહેર કર્યા છે. ગેરકાયદેસર ઈમિગ્રેશન કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારી ટ્રાવેલ એજન્સીના માલિકો, કર્મચારીઓ પર વિઝા નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેવું યુએસ એમ્બેસીએ સોમવારે કહ્યું હતું. આ મામલે અમેરિકી દૂતાવાસે જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં જાણીબુઝીને મદદ કરનારા ટ્રાવેલ […]

International

સ્પેનમાં ટેલિફોન સર્વિસ આપતી કંપનીઓની તમામ સેવાઓ ખોરવાઈ

સ્પેનમાં વહેલી સવારથી તમામ મોબાઈલ નેટવર્ક ડાઉન થયા હતાં, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મોવિસ્ટર, ઓરેન્જ, વોડાફોન, ડિગીમોબિલ અને ૦૨ સહિતના નેટવર્કને અસર થઈ હતી. સ્પેનમાં ટેલિફોન સર્વિસ આપતી કંપનીઓની તમામ સેવાઓ ખોટવાઈ હતી. મહત્વનું છે કે, સ્પેનમાં મંગળવારે વહેલી સવારથી લેન્ડલાઈન, ઈન્ટરનેટ, ઈમરજન્સી કોન્ટેક્ટ સર્વિસમાં ખામી આવી રહી હોવાની ફરિયાદો થઈ […]

International

નેતન્યાહૂએ હમાસ સામે “સંપૂર્ણ વિજય” હાંસલ કરવા માટે ઇઝરાયલની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ કરી હતી

ગાઝામાં લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરવા બદલ ઇઝરાયલના પીએમ દ્વારા યુકે અને ફ્રાન્સની ટીકા કરવામાં આવી ઇઝરાયલ દ્વારા ગાઝામાં તાજેતરમાં લશ્કરી કાર્યવાહીના વિસ્તરણને કારણે યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને કેનેડા તરફથી ટીકાનો સામનો કર્યા પછી, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે (સ્થાનિક સમય) તે દેશો અને તેમના નેતાઓની આકરી ટીકા કરી, અને તેમના પર ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના […]

International

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ જબ્બાર માર્કેટમાં બોમ્બ વિસ્ફોટ; ૪ ના મોથ, અનેક ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ અબ્દુલ્લા જિલ્લા સ્થિત જબ્બાર માર્કેટમાં રવિવારે વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે. મળતા અહેવાલો મુજબ વિસ્ફોટના કારણે અહીં અનેક દુકાનો ધરાશાયી છે અને અનેક દુકાનોમાં આગ લાગી છે. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ પણ કર્યું છે. આ ઘટના બાબતે અબ્દુલ્લા જિલ્લાના નાયબ કમિશ્નર રિયાજ ખાને કહ્યું કે, […]