જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓના સફળ પ્રદર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સન્માન કર્યું હતું. ભારતીય દળે કુલ ૮૫ મેડલ જીત્યા, જેમાં ૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૩૭ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જાેકે, ત્રણ વર્ષ પહેલાં હાંગઝોઉમાં મેળવેલા ઐતિહાસિક ૧૦૬ મેડલની સરખામણીમાં આ સંખ્યા ઓછી છે, તેમ છતાં ૨૦૨૬ની આ સિદ્ધિ […]
National
સીએમ યોગીએ પ્રયાગરાજમાં અતીક અહેમદના ભૂતપૂર્વ ગઢ કસારી-મસારીનું નામ બદલીને ‘શ્રીકૃષ્ણપુરી‘ રાખ્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે, પ્રયાગરાજનો કસારી-મસારી વિસ્તાર હવે ‘શ્રીકૃષ્ણપુરી‘ તરીકે વિકસાવવામાં આવશે. માર્યા ગયેલા ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ગુનાહિત વારસા પર આકરા પ્રહાર કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વિસ્તાર હવે કોઈ માફિયાની ઓળખ સાથે જાેડાયેલો નહીં રહે, પરંતુ તેના બદલે વિકાસના પ્રતીક તરીકે ઉભરી આવશે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું, “કસારી-મસારી […]
જનજાતીય બાબતોના મંત્રાલયે જનજાતીય ભાષાઓ અંગે કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજી
જનજાતીય બાબતોના મંત્રાલયે આજે હાઇબ્રિડ વર્કશોપ મોડમાં જનજાતીય ભાષાઓ અંગે કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા જનજાતીય બાબતોના મંત્રાલયના સચિવ શ્રીમતી રંજના ચોપરાએ કરી હતી. બેઠકમાં ભાષા સમિતિના અધ્યક્ષ પદ્મશ્રી ચામૂ કૃષ્ણ શાસ્ત્રી અને સાહિત્ય અકાદમીના પૂર્વ સચિવ ડૉ. કે. શ્રીનિવાસ રાવ સહિત દેશભરના પ્રખ્યાત ભાષાશાસ્ત્રીઓ, શિક્ષણવિદો, સંશોધકો અને સમુદાયના ભાષા પ્રેક્ટિશનરોએ […]
ભારતના રાષ્ટ્રપતિએ આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે રાષ્ટ્રીય સરસ મેળાની શોભા વધારી
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય સરસ મેળાની શોભા વધારી હતી. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે સરસ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી અને લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગ્રામીણ મહિલાઓ કૃષિ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવે છે. સ્વસહાય જૂથો […]
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવે રૂપિયા ૨ કરોડ જમા કરાવ્યા; SC મધ્યસ્થી માંગે છે, પાસપોર્ટ રિલીઝ કરવાનો આદેશ
રાજપાલ યાદવને ચેક બાઉન્સના કેસમાં રાહત મળી છે. તેમના વકીલે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે તેમણે કોર્ટની રજિસ્ટ્રીમાં ૨ કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે. આ મામલો ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા‘ સાથે જાેડાયેલો છે, જેના નિર્માતા રાજપાલ યાદવ હતા અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. રાજપાલ યાદવ કેસમાં સુપ્રીમ કોર્ટનો […]
બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં દિવાળી દરમિયાન રસ્તાઓ અને જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો
દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન અવાજ અને વાયુ પ્રદૂષણના મુદ્દે કડક વલણ અપનાવતા, બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે રાજ્યભરમાં રસ્તાઓ અને જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશો આપ્યા છે. જાેકે, ફટાકડાના ઉત્પાદન કે વેચાણ પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. આ બાબતની સુનાવણી દરમિયાન, જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે ડીજે (ડ્ઢત્ન), […]
કેન્દ્રીય કેબિનેટે રેલવે કર્મચારીઓ માટે રૂ. ૨,૦૦૯ કરોડના ૭૮ દિવસના ઉત્પાદકતા-આધારિત બોનસને મંજૂરી આપી
ભારતીય રેલવેના કર્મચારીઓ માટે સારા સમાચાર એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે બુધવારે રેલવે કર્મચારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, ૧૧,૪૦,૭૭૦ રેલવે કર્મચારીઓ માટે રૂ. ૨૦૦૯.૬૧ કરોડના ખર્ચે ૭૮ દિવસના ઁન્મ્ (પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ)ની ચુકવણીને મંજૂરી આપી છે. પાત્ર રેલવે કર્મચારીઓને PLB ચુકવણી દર વર્ષે દુર્ગા પૂજા/દશેરાની રજાઓ પહેલાં કરવામાં આવે છે. […]
દિલ્હી પોલીસે JNU જાતીય સતામણી કેસમાં પૂછપરછ માટે કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજામને સમન્સ પાઠવ્યું
દિલ્હી પોલીસે કોંગ્રેસના સાંસદ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ના ભૂતપૂર્વ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજામને નોટિસ પાઠવી છે. અધિકારીઓએ બુધવારે (૧૪ ઓક્ટોબર) જણાવ્યું હતું કે તેમને તેમની સામેના જાતીય સતામણીના આરોપો અંગેની તપાસમાં જાેડાવા માટે કહેવામાં આવ્યું છે. વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશને અકોઈજામના નિવાસસ્થાનની બહાર નોટિસ ચોંટાડી હતી, જેમાં તેમને પૂછપરછ માટે ગુરુવારે (૧૫ ઓક્ટોબર) […]
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા પહેલા અખિલેશ યાદવને મોટો ઝટકો!!
ધારાસભ્યો રાકેશ પ્રતાપ સિંહ, અભય સિંહ અને વિનોદ ચતુર્વેદી એ સમાજવાદી પાર્ટી છોડી ભાજપમાં જાેડાયા ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી (જીઁ)ના વડા અખિલેશ યાદવને વધુ એક મોટો ઝટકો મળ્યો છે કારણ કે, બુધવારે (૧૪ ઓક્ટોબર) જીઁના ત્રણ બળવાખોર ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)માં જાેડાયા હતા. આ ત્રણ બળવાખોર ધારાસભ્યો રાકેશ પ્રતાપ સિંહ (ગૌરીગંજ), […]
‘જયપુરમાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું‘: શંકાસ્પદ હાઈજેક એલર્ટ બાદ એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી
બુધવારે સવારે ફ્રેન્કફર્ટથી દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને હાઈજેકની ચેતવણી બાદ જયપુર તરફ વાળવામાં આવ્યું હતું. ત્યારબાદ એરલાઈને એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે સંબંધિત સુરક્ષા એજન્સીઓએ જરૂરી તપાસ કરી વિમાન અને ક્રૂને મંજૂરી આપી દીધી છે. તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી સુરક્ષા તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ ફરીથી વિમાનમાં […]










