National

ભારતીય રેલવેએ બ્રોડગેજ રેલવે લાઈનોનું ૯૭% ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કર્યું

ભારતીય રેલવેએ બ્રોડગેજ રેલવે લાઈનોનું ૯૭% ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કર્યું છે, જે ઈલેક્ટ્રિફિકેશનમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કરે છે. રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ૨૦૧૪-૧૫ થી, બ્રોડગેજ નેટવર્કના લગભગ ૪૫,૨૦૦ રૂટ કિલોમીટરનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. વીજળીકરણની ઝડપ પણ […]

National

HSBCના સર્વે મુજબ નવેમ્બરમાં ભારતની વ્યાપાર પ્રવૃત્તિ ત્રણ મહિનાની ટોચે પહોંચી

HSBCના સર્વે મુજબ નવેમ્બરમાં ભારતની વ્યાપાર પ્રવૃત્તિ ત્રણ મહિનાની ટોચે પહોંચી છે. સેવા ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ અને રેકોર્ડ રોજગાર સર્જનને કારણે આ શક્ય બન્યું છે. ૐજીમ્ઝ્ર ઇન્ડિયાના ચીફ ઇકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે, “સેવા ક્ષેત્રે વૃદ્ધિમાં તેજી જાેવા મળી હતી, જ્યારે ઉત્પાદન ક્ષેત્રે ઓક્ટોબરના અંતિમ ઁસ્ૈં (પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ) રીડિંગમાં થોડી મંદી હોવા છતાં […]

National

હુમલાખોરોએ મંદિરોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પોલીસે કહ્યું, “મંદિરોને બહુ ઓછું નુકસાન થયું છે”

નારા લગાવતા લોકોના જૂથે મંદિરો પર ઈંટો-પથ્થરો ફેંક્યા, ત્રણ મંદિરોમાં તોડફોડ કરી હતી કોતવાલી પોલીસ સ્ટેશનના વડા અબ્દુલ કરીમે હુમલાની પુષ્ટિ કરી બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં શુક્રવારે સૂત્રોચ્ચાર કરતા ટોળાએ ત્રણ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધાયા બાદ ચટ્ટોગ્રામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ હુમલો બંદર શહેરના હરીશ ચંદ્ર મુનસેફ લેનમાં […]

National

ઓનલાઈન ટ્રેડિંગના નામે ઠગે નિવૃત કર્મચારી પાસેથી ૪૬ લાખની છેતરપિંડી આચરી

કોતવાલી વિસ્તારના ટીકરાપરામાં રહેતા એક ખાનગી કંપનીના નિવૃત્ત કર્મચારી સાથે ૪૬ લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કોતવાલી વિસ્તારના ટિકરાપાડામાં રહેતા ગુરમીત સિંહ (૬૪) નિવૃત્ત કર્મચારી છે. ગુરમીત સિંહે પોલીસને જણાવ્યું કે અમન મલિક અને પ્રિયંકા ગર્ગ દ્વારા ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪થી ૨૪ ઓક્ટોબર, ૨૦૨૪ વચ્ચે વોટ્‌સએપ પર તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બંનેએ તેમને શેરબજારમાં […]

National

લોરેન્સ બિશ્નોઈ ગેંગે નેતા પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપી

પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને શુક્રવારે ફરી ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ છેલ્લા ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. વોટ્‌સએપ મેસેજ પર ધમકી આપવામાં આવી છે. ધમકીમાં લખ્યું છે કે ‘પપ્પુ યાદવ તમારી પાસે માત્ર ૨૪ કલાક છે’. વ્હોટ્‌સએપ પર પપ્પુ યાદવને વિસ્ફોટનો વીડિયો પણ મોકલવામાં આવ્યો છે. મેસેજમાં લખ્યું છે કે ‘છેલ્લા ૨૪ […]

National

બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડના અનેક વિભાગો પર આવકવેરાના દરોડા

૧૦ દિવસ સુધી આવકવેરાના દરોડા, ૩૫૨ કરોડ રૂપિયાની જંગી રકમ રિકવર કરી ભારતના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી આવકવેરા રેડ ઓડિશામાં હાથ ધરવામાં આવી હતી જે ૧૦ દિવસ સુધી ચાલી હતી. આ દરોડામાં આવકવેરા અધિકારીઓએ દારૂ બનાવતી કંપની બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડના અનેક વિભાગો પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન ૩૫૨ કરોડ રૂપિયાની જંગી […]

National

૧૮ વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ પણ બળાત્કાર ગણાશે ઃ બોમ્બે હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે હાલમાં જ એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવ્યો છે, જેમાં કહ્યું છે કે ૧૮ વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ બાંધવાને બળાત્કાર સમાન ગણવામાં આવશે. કોર્ટે આ કેસમાં ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો અને આરોપીને ૧૦ વર્ષની સખત સજા ફટકારી હતી. કોર્ટે ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર) હેઠળ વૈવાહિક બળાત્કારના અપવાદોને […]

National

મની લૉન્ડરિંગ કેસમાં EDએ શિલ્પા શેટ્ટીના ઘરે દરોડા પાડ્યા

મની લૉન્ડરિંગ કેસમાં ઈડ્ઢએ શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાના ઘર પર દરોડા પાડ્યા. શિલ્પાના પતિના ઘર સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ એજન્સી દ્વારા ૧૫ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર સહિત ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રિપૉર્ટ અનુસાર, આ રેડ મોબાઈલ એપ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ […]

National

સ્વચ્છ ભારત મિશન બાળ મૃત્યુદર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે : જેપી નડ્ડાં

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ શુક્રવારે એક અભ્યાસને ટાંકીને કહ્યું કે, સ્વચ્છ ભારત મિશનની બાળ મૃત્યુ દર ઘટાડવામાં મહત્વની ભૂમિકા છે. તેમણે કહ્યું કે આ વર્ષે નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ દર્શાવે છે કે સ્વચ્છ ભારત મિશનએ બાળ મૃત્યુદર ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ શુક્રવારે લોકસભામાં આ વાત કહી. […]

National

અલ્હાબાદ હાઈકોર્ટે ડીએસપીથી ઈન્સ્પેક્ટરની પદોન્નતિનો આદેશ રદ

ડેપ્યુટી એસપી લક્ષ્મી સિંહ ચૌહાણને પોલીસ ઈન્સ્પેક્ટરના પદ પર અવનત કરવાના આદેશને હાઈકોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કર્યો અલ્હાબાદ હાઈકોર્ટે નાયબ પોલીસ અધિક્ષક/ડેપ્યુટી એસપી લક્ષ્મી સિંહ ચૌહાણને પોલીસ ઈન્સ્પેક્ટરના પદ પર અવનત કરવાના આદેશને ગેરકાયદે ગણાવીને રદ કર્યો છે. અરજદારને ડેપ્યુટી એસપીના પદ પર પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે અરજદારને ડેપ્યુટી એસપીમાંથી ઈન્સ્પેક્ટર બનાવવાની […]