ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી અને અગ્રણી વેપારી અરૂણભાઈ હેમરાજભાઈ મજીઠીયાનું તાજેતરમાં દુઃખદ અવસાન થતા ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ધાર્મિક સ્વભાવના તેમજ સૌ કોઈને સાથે લઈને ચાલવાવાળા અરૂણભાઈ મજીઠીયા ફક્ત ખંભાળિયા પંથકમાં જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રભરમાં એક નિષ્ઠાવાન સેવાભાવી […]