Gujarat

પૃથ્વી પરના અન્ય જીવનું અસ્તિત્વ જાળવવા અને માહિતી પૂરી પાડવા સાયન્સ સિટીમાં વિશેષ ગેલેરી બનાવવામાં આવશે

સાયન્સ સિટીમાં રોબોટીક ગેલેરી પાસે હ્યુમન એન્ડ બાયોલોજિકલ સાયન્સ ગેલેરીનું ખાતમુહુર્ત કરાયું છે. 316 કરોડમાં બનનારી આ ગેલેરી 19 હજાર ચોરસ મીટરમાં પથરાયેલી હશે. ગેલેરીમાં 10થી વધુ સેન્ટ્રલ એક્ઝિબિટ્સ અને 140 પેટા પ્રદર્શનો સાથે કુલ 150 પ્રદર્શનની યોજના છે. બાળકોથી માંડીને દરેક વ્યક્તિ સરળ ભાષામાં સમજી શકે તે રીતે જુદા જુદા 7-8 ઝોન બનાવવામાં આવશે. […]