કોરોના વાયરસનો પગપેસારો વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. બોલિવુડ પણ કોરોનાના કહેરથી બચી શક્યું નથી. કોરોના વાયરસનાં કારણે બોલિવુડની ફિલ્મોનું શૂટિંગ રોકી દેવાની ફરજ પડી છે જયારે કેટલીક ફિલ્મોની રીલીઝ પણ પાછળ ઠેલવામાં આવી છે ત્યારે અભિનેત્રી દિશા પટનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
- દિશા પટનીનો વીડિયો વાયરલ
- લોકોએ દિશા પટનીની ઉડાવી મજાક
- સેનિટાઈઝર ન લેવા મુદ્દે દિશા પટનીનો વીડિયો વાયરલ
કોરોના વાયરસનાં કારણે બોલિવુડમાં પણ ભયનો માહિલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસનપ પગપેસારો દુનિયાના ખૂણે ખૂણે થઇ રહ્યો છે ત્યારે બોલિવુડને તેનું નુકસાન થઇ રહ્યું છે.પોતાની એક્ટિંગ માટે દેશમાં પ્રસિદ્ધ દિશા પટનીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તેમનો ડ્રાઈવર સેનિટાઇઝર ઓફર કરી રહ્યા છે પરંતુ તે તેનો ઉપયોગ કરતી નથી.
વીડિયોમાં જોઈ શકાય છે કે જયારે દિશા પટનીનો ડ્રાઈવર તેમને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે પૂછે છે પરંતુ દિશા નાં પાડી દે છે. દિશા ડ્રાઈવરને નાં પાડીને કારમાં બેસી જાય છે. દિશાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Source: VTV News Gujarati (For Development Purpose)