કોઈ મોટા સ્થાન પર પહોંચવું એટલું સહેલું નથી હોતું સંઘર્ષથી આગળ અવાય છે. એવી જ છે બોલિવૂડના જાણીતાં ડાયરેક્ટર રોહિત શેટ્ટીની. આજે રોહિત શેટ્ટીનો આજે જન્મદિવસ છે. રોહિત શેટ્ટી બોલિવૂડ ફિલ્મોના ઓલરાઉંડર ડાયરેક્ટર તરીકે ઓળખાય છે. જયારે કોઈ કોમેડી ફિલ્મ કે એક્શન ફિલ્મ હોય, રોહિત બંને ફિલ્મ બનાવાનું પસંદ કરે છે. રોહિતના જન્મદિવસ પર જાણી લો તેના જીવન સંઘર્ષ વિશેની ખાસ વાતો.
- રોહિતે કરિયરની શરૂઆત રોજના માત્ર 35 રૂપિયાથી કરી હતી
- પિતા ગુમાવ્યા બાદ માતાએ જોબ કરી રોહિતને મોટા કર્યા
- એક દિવસ 35 રૂપિયા કમાતો રોહિત આજે એક ફિલ્મના 15 કરોડ લે છે
રોહિત શેટ્ટી આજે ઇન્ડસ્ટ્રીના નામી ડાયરેક્ટર છે તેની સાથે અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીર સિંહ જેવા કલાકારોએ કામ કર્યું છે. પરંતુ એક્ટર જયારે ઇન્ડસ્ટ્રીમાં નવી શરૂઆત કરે ત્યારે પરિસ્થિતિ કઈંક અલગ હોય છે. રોહિત શેટ્ટીનો જન્મ 14 માર્ચ 1976ના રોજ મુંબઈમાં થયો હતો. રોહિતે એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવન સંઘર્ષ વિશે વાત કરતા જણાવ્યું કે તે ઘણી તકલીફનો સામનો કર્યા બાદ પોતાની સ્કૂલ પહોંચતાં હતા. રોહિત સવારે 5:49ની લોકલ ટ્રેનથી અંધેરી પહોંચતા હતા. ત્યારબાદ તે બીજી ટ્રેનથી સેન્ટા ક્રુઝ પહોંચતા હતાં અને તડકામાં ચાલીને પોતાની સ્કૂલ સુધી પહોંચવા માટેની બસ લેતા હતા.
રોહિત શેટ્ટીનું સાચું સંઘર્ષ તો ત્યારે શરુ થયું જ્યારે રોહિતના પિતા મૃત્યુ પામ્યા. જો તમને ખ્યાલ ન હોય તો રોહિત શેટ્ટીના પિતા બોલિવૂડના જાણીતા સ્ટંટ ડિરેક્ટર અને એક્ટર હતાં. ત્યારબાદ રોહિત માટે જીવન જીવવું ઘણું મુશ્કેલ બની ગયું અને રોહિતની મમ્મીએ ઘર ચલાવવા જોબ શરુ કરી દીધી. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે રોહિતના કરિયરની શરૂઆત કેવી રીતે થઇ હતી અને શરૂઆતમાં કેટલી સેલરી મળતી હતી. રોહિતને એક દિવસનું કામ કરવા માટે માત્ર 35 રૂપિયા મળતા હતા. પરંતુ દ્રઢ નિશ્ચય અને કઠોર મહેનતથી તેને આજે ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
રોહિત શેટ્ટીની ફિલ્મો માટે અજયદેવગણ હોય છે પહેલી પસંદ
રોહિતના પિતા M.B શેટ્ટીના ખાસ મિત્ર હતા અજયદેવગણના પિતા વીરુદેવગણ કે જેઓ એક્શન ડાયરેક્ટર હતા બંનેની મિત્રતાના કારણે રોહિત શેટ્ટી અને અજયદેવગણ પણ ખાસ મિત્ર બન્યા જેના કારણે રોહિતની ફિલ્મો માટે અજયદેવગણ હોય છે પહેલી પસંદ
આજે રોહિતની ફિલ્મો સરળતાથી 100 કરોડના ક્લબમાં સામેલ થઇ જાય છે. એ જ નહી તે ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર એવા ડાયરેક્ટર છે જેમની સૌથી વધુ ફિલ્મો બોક્સ ઓફિસ પર 100 કરોડથી પણ વધારે બિઝનેસ કરે છે. એક દિવસે માત્ર 35 રૂપિયા કમાતો આ રોહિત શેટ્ટી આજે એક ફ્લિમ ડાયરેક્ટ કરવાનાં 15 કરોડ રૂપિયા લે છે. રોહિતના આ સંઘર્ષમય જીવનમાંથી તેઓ આજે અહીં પહોંચ્યા છે.
Source: VTV News Gujarati (For Development Purpose)