ટેલિવિઝન જગતની સૌથી પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાહક વર્ગ દરેક ઉંમરનો છે. છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને ખડખડાટ હંસાવી રહ્યો છે. પણ ફેન્સને હમેશાં જેઠાલાલ અને બબીતાજી વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ આવે છે. જેઠાલાલ મનોમન બબીતાજીને ખૂબ જ પ્રેમ કરે છે જેના કારણે તે બબીતાજીને તકલીફમાં જોઈ શકતો નથી. હવે એવી જ મજેદાર કેમિસ્ટ્રી જેઠાલાલ અને બબીતાજીમાં દેખાડવાના છે.
- બબીતાજીને પરેશાન જોઈ ફટાફટ આવ્યો જેઠાલાલ
- જેઠાલાલે સૂર્યને સંભળાવી દીધી આ વાત
- બબીતાજી જેઠાલાલથી થઈ ઈમ્પ્રેસ
તારક મહેતામાં બબીતાજી સાથે કંઈ એવું થાય છે જેના કારણે જેઠાલાલ સૂર્યથી લડી પડે છે. હકીકતમાં બબીતાજી તડકામાં ઊભી-ઊભી પતિ અય્યરની રાહ જોતી હોય છે. અય્યર તો નથી આવતો પરંતુ બબીતાજીને તડકામાં પરેશાન થતાં જેઠાલાલ જોઈ લે છે. પછી શું જેઠાલાલ બબીતાજી પાસે જાય છે અને ગરમીથી પરેશાન જોઈને સૂર્યને સંભળાવા લાગે છે અને કહે છે કે, તમે ઠંડીમાં કેમ આટલો તડકો આપીને બબીતાજીને પરેશાન કરી રહ્યાં છે.
જેઠાલાલ અહીં રોકાતો નથી, તે બબીતાજીને બચાવવા માટે ચાલાકીથી પોપટલાલને નીચે બોલાવે છે અને પોપટલાલ તેની છત્રી લઈને નીચે આવે છે એમ જ જેઠાલાલ તેની પાસેથી છત્રી લઈને બબીતાજીને છાયડામાં ઊભી કરીને પોતે તડકામાં ઊભો રહી જાય છે. જેઠાલાલ બબીતાજીને કહે છે કે, જ્યાં સુધી અય્યર આવી નહીં જાય ત્યાં સુધી તે તડકામાં જ ઊભો રહેશે.
જેઠાલાલના આ વ્યવહારથી બબીતાજી ખુશ થઈ જાય છે અને શરમથી લાલ થઈ જાય છે. આખરે અય્યર નીચે આવે છે અને પોતાની પત્ની સાથે જેઠાલાલને જોઈને પૂછે છે કે આ બધું શું છે. જેઠાલાલ તેને બધું જણાવે છે. અય્યર બબીતાથી માફી માંગે છે. પછી બબીતાજી પણ જેઠાલાલને તડકાથી બચાવવા બદલ આભાર વ્યક્ત કરે છે. જોકે, આવું પહેલીવાર નથી થયું. જેઠાલાલ હમેશાં કંઈક અલગ કરીને બબીતાજીને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે.