કોરોના વાયરસને સમગ્ર દુનિયામાં ફેલાઇ રહ્યો છે અને ભારત પણ તેમાંથી બાકાત રહ્યો નથી. આ ભયના માહોલ વચ્ચે જ્યાં એક તરફ સ્ટાર્સ પોતાના શૂટિંગ કેન્સલ કરી રહ્યા છે તો બીજી તરફ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પોતાના ઘરની બહાર રવિવારે થતી ફેન્સ મીટ કેન્સલ કરી દીધી છે.
કોરોના વાયરસને વધતા ભયને કારણે જ્યાં એક તરફ દેશની ઘણા શહેરોમાં શાળા, કોલેજ, થિયેટર્સ વગેરે બંધ કરી દેવામાં આવ્યા છે અને વધુ એકસાથે ભેગા ના થાય અને સુરક્ષિત રહે તે માટે નિર્ણય કરવામાં આવ્યા છે. આ વચ્ચે મહાનાયક બિગ બીએ પણ પોતાના ઘરની બહાર જલસા પાસેની રવિવારની ફેન મીટ કેન્સલ કરી દીધી છે અને આ વાતની જાણકારી બિગ બીએ પોતાના સોશ્યલ મીડિયા પર કરી છે.
અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યુ કે, ”મારી વિનંતી છે કે આજે જલસાના દરવાજા પાસે ન આવતા, સન્ડે મીટ માટે હું નથી આવવાનો. સુરક્ષિત રહો.”
અમિતાભ બચ્ચન કોરોના વાઇરસને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરતા રહે છે. તેમણે એક કવિતાનો વીડિયો પણ શેર કર્યો હતો. લોકોને સુરક્ષિત રહેવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ અને અત્યાર સુધી દુનિયાના 100 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. દુનિયામાં આ બિમારીથી 1.30 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે
Source: VTV News Gujarati (For Development Purpose)