Gujarat

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે જાફરાબાદ નાં યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયા ની નિમણૂક

રિપોર્ટ. બારૈયા મહેશ
*અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે જાફરાબાદ નાં યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયા ની નિમણૂક*

“અખિલ ભારતીય કોળી સમાજ”ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયા (કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર) તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પીઠાવાલા દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જાફરાબાદ નાં સામાજિક યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયા ની નિમણુંક કરવામાં આવી છે. આ સંગઠન ભારતના ૧૮ કરતાં વધુ રાજ્યમાં ફેલાયેલું છે. દેશભરના કોલી/કોળી સમાજ સામાજિક, રાજકીય દ્રષ્ટિએ આગળ આવે અને સંગઠિત રહે તેવા કાર્યો કરવામા આવે છે. આ સંગઠનના હાલના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ્દજી પણ આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. દિલ્હીમાં કોળી સમાજ ભવન પણ બનાવવામાં આવ્યું છે અને તેના ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ સત્યનારાયણ પવાર (પૂર્વ સાંસદ ઉજ્જેન) છે. પ્રવિણભાઈ બારૈયા આ સંગઠન સાથે છેલ્લા ધણા વર્ષો થી જોડાયેલા છે તેમજ રાજુલા-જાફરાબાદ દરિયાઇ પટ્ટી વિસ્તારના કોળી સમાજના પ્રાણપ્રશ્ન માટે હરહંમેશ જમીની સ્તરે લોકો ને સાથે રાખી લોક સમસ્યાઓ નાં નિવારણ માટે લડતા આવ્યા છે સમાજ પ્રત્યે કંઇક કરી છૂટવાની તેઓની ભાવના અને સમાજ સંગઠીત બને શિક્ષિત બને અને સામાજિક રાજકીય રીતે આગળ વધે તેવા પ્રયત્નો તેઓ હંમેશા કરતા રહ્યા છે. ત્યારે કોળી સમાજ માટે કરેલા કાર્યની કદર સ્વરૂપે પ્રદેશ મહામંત્રી બનાવી ગુજરાત પ્રદેશની મુખ્ય બોડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જાફરાબાદ ના આગેવાન ની નિમણૂક પ્રદેશ લેવલે થાય એ વિસ્તાર અને કોળી સમાજ માટે ગૌરવ ની વાત છે ત્યારે નાની ઉંમર માં પ્રદેશ માં સ્થાન મેળવ્યું છે. આ તકે અખિલ ભારતીય કોળી સમાજ નાં પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા અને રાજુલા ના યુવા અગ્રણી અજય શિયાળ દ્વારા અભિનંદન પાઠવીને આ નિમણૂક ને આવકારી હતી.

IMG-20200727-WA0115.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *