અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પીઠાભાઇ નકુમ ની વરણી ને ઠેર ઠેર આવકાર
વડિયા
ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાત માં નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ ની વરણી થયા બાદ સમગ્ર ગુજરાત માં જિલ્લા ના નવા માળખાની નિમણુંક કરવામાં આવી છે. અમરેલી જિલ્લા માં નવ નિયુક્ત પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા દ્વવારા જિલ્લા માં પોતાની ટીમમાં અગત્યનું એવુ મહામંત્રીનું સ્થાન રાજુલા વિસ્તારના આહીર આગેવાન એવા પીઠાભાઈ નકુમ ને અપાતા સમગ્ર અમરેલી જિલ્લા અને રાજુલા વિસ્તાર માં તેમની નિમણુંક ને ગામડે ગામડે અભિનંદન ની વર્ષા થતી જોવા મળી રહી છે. રાજુલા તાલુકા ના ડોળીયા અને ખાખબાઈ જેવા અનેક ગામો માં સન્માન કાર્યક્રમ યોજી તેમની નિમણુંક ને આવકાર અપાઈ રહ્યો છે. જોકે નકુમ ની વરણી થતા ની સાથે જ રાજુલા હાલ કૉંગેસ નો ગઢ માનવામાં આવે છે તેને માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી માં જંગી બહુમતી થી જીત મેળવી પીઠાભાઇ નકુમે લોકોમાં રહેલી પોતાની છબી ને પાર્ટી સમક્ષ ફળ સ્વરૂપે રજુ કરી છે. અને રાજુલા માર્કેટિંગ યાર્ડ માં પણ ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. આવનારા સમયની ચૂંટણી ઓમાં આહીર સમાજ ની સાથે અન્ય સમાજ માં પણ એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા આ આગેવાન ની નિમણુંક થી ભાજપ ને ફાયદા રૂપી પરિણામો મળે તેવુ હાલ લાગી રહ્યુ છે.


