રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે ઢાંક ગામ માં એક પૌરાણિક ગણેશજીનું મંદિર આવેલું છે આ મંદિર પ્રાચીન મંદિર તરીકે ઓળખાય છે
હાલ આખા ભારતમાં વિશ્વમાં કોરોના ને પગલે lockdown જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બધા ધાર્મિક સ્થળો મંદિર મસ્જિદ બંધ છે ત્યારે આ મંદિરમાં પુજારી દ્વારા એક વિશેષ કાર્ય કરવામાં આવ્યું છે જેમાં પુજારી દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે સોમવારે ચતુર્થી હતી ત્યારે આ મંદિરમાં 108 લાડુ નો હવન કરી વિશ્વ કલ્યાણ અર્થની શાંતિ પૂજા પ્રાર્થના કરી 108 લાડુ નો હવન કર્યો હતો આ મંદિરમાં લોકો દ્વારા ટપાલ લખવામાં આવે છે જે આ મંદિરના પૂજારી વાંચી અને ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરે છે હાલ આ કોરોના ના હિસાબે અઠવાડિયામાં એક બે ટપાલ આવે છે અને દેશ-વિદેશથી ભક્તો દ્વારા ટેલીફોનિક સૂચન મળે છે તેની પ્રાર્થના પુજારી દ્વારા કરવામાં આવે છે અને દર મંગળવારે આરતીના લાઈવ દર્શન પુજારી દ્વારા ભક્તોને કરાવવામાં આવે છે અત્યાર સુધીમાં જેટલા પત્રો આવ્યા છે તેમાંથી વધારે ભાગના પત્રો કોરોના વિશે ના આવે છે તેમાં લખેલું હોય છે કે હે ગણપતિ દાદા આ મહામારી દૂર કરો આ પત્ર વાંચી પુજારી ગણપતિ દાદાને પ્રાર્થના કરે છે અને પુજારી દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે કે ભક્તોની પ્રાર્થના સાંભળી અને આ મહામારી આખા વિશ્વમાંથી આખા ભારતમાંથી જલ્દી થી દૂર કરો
રિપોર્ટ:- વિપુલ ધામેચા ઉપલેટા