કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી પત્રકાર કોરોનાનો ભોગ બને તો વળતર આપવા રજૂઆત કરી
કચ્છ-મોરબી વિસ્તારના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ કોરોના કોવીડ-૧૯ વાયરસના સંક્રમણની મહામારી વચ્ચે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને કામગીરી દરમિયાન જાનહાની થાય કે બિમારીનો ભોગ બને તો વળતર આપવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી વિનંતી કરી છે.
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી રજૂઆત કરતાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારે હમેશા ગુજરાતના દરેક નાગરિકની ચિંતા કરી છે. વર્તમાન સમયમાં કોરોના મહામારી ના સમયમાં ઈલેકટ્રીક મિડિયા તથા પ્રિન્ટ મિડિયાના પત્રકાર બંધુ-ભગીની ઓ સતત લોકજાગૃતિ અને સરકારશ્રી ના નિયમનું પાલન થાય, તેમજ ખોટી અફવાઓ ન ફેલાય માટે રાત-દિવસ કાર્યરત રહી સચોટ માહિતી લોકો સુધી પહોંચતી કરી રહયા છે. સોશિયલ ડીસ્ટન્સ, લોકડાઉનનું પાલન તથા કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમીત ન થાય માટે પ્રચાર-પ્રસાર માં સહયોગી બને છે. સેવા ક૨તા આરોગ્ય કર્મચારી,પોલીસ, સફાઈ કામદારોની સરકારે વિશેષ ચિંતા કરી છે. અને તેમની સુરક્ષા માટે તેમની સેવા કામગીરી દરમ્યાન કંઈ પણ થાય તો સરકારે તેમને નગદ રાશી આપવાનો નિર્ણય કરેલ છે
વધુમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, કલમ અને કેમેરાની સહાયથી દેશસેવામાં પ્રવૃત આપણા પત્રકારોને પણ તેમની કેટેગરી મુજબ સરકારશ્રી ની સહાય મળે અને જાનહાની બિમારીનો ભોગ બને તો યોગ્ય વળતર મળે માટે વિચારણા ક૨વા અનુરોધ કર્યો છે.
રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી