કોરોના સામેની લડાઈમાં સરકારને સહયોગ આપવા ક્ચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા રૂ.31 લાખની સહાયનો ચેક કલેકટરને આપવામાં આવ્યો છે
કોરોના વાયરસ સામેની લડાઈમાં સરકારને સુવિધાઓ ઉભી કરવા માટે સ્વૈચ્છીક સંસ્થાઓ અને સેવાભાવીઓ આગળ આવી રહ્યા છે ત્યારે ક્ચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક અને યાત્રાધામ માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા રૂ 31 લાખનો સહાયની ચેક જિલ્લા કલેકટરને સોંપવામાં આવ્યો છે ઉપરાંત જરૂર પડ્યે યાત્રાધામના રૂમો ક્વોરેન્ટાઇન માટે રાખવા અને તંત્રની સૂચના મુજબ જરૂરિયાતમંદ લોકોને રાશનકીટ વિતરણ અને અન્ય સહાય માટે તૈયારીઓ ટ્રસ્ટી મંડળ દ્વારા બતાવાઈ છે માતાના મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ કોરોના મહામારી નાબૂદ કરવા આજીવન એકટાણાનું વ્રત લીધું છે
બાઈટ : પ્રવીણસિંહ વાઢેર – ટ્રસ્ટી માતાના મઢ ટ્રસ્ટ
અશ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા કચ્છ