ઉપલેટા:જીલ્લાના આહિર આગેવાન અને ગઢાળાના સરપંચે એક નિવેદનમાં જણાવેલ છે કે રાજય જીલ્લા કે તાલુકામાં કોઈપણ પક્ષને સતા માટે જેતે વિસ્તારના બહુમતી સમાજ ઉપરાંત તમામ સમાજ અને આવા સમાજના પ્રતિષ્ઠિત સેવાકીય આગેવાનોને સાથે રાખી ચાલવું પડે આઝાદી પછી કેન્દ્ર અને મોટાભાગના રાજયોમાં લોકોએ નાની મોટી સમાન્ય ચુટણીઓમા કોગ્રેસને ખોબે ને ધોબે મતો આપ્યા અને સતા ઉપર બેસાડયા પણ ગુજરાતમાં ૧૯૮૦ થી ધારાસભ્ય ની ચુટણીમા તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ખામ થીયરી અપનાવતા જ્ઞાતી જાતિઓમાં ભેદભાવ થતા ગુજરાતના બહુમતી ધરાવતા પાટીદારો બ્રાહમણો ક્ષત્રિયો સહિતના ઉજળીયાત સમાજ કોગ્રેસથી નારાજ થઈ વિમુખ થતાં કોગ્રેસને ખુબજ નુકશાન થયું આવા બહુમતી સમાજ ઉપરાંત અન્ય નાના મોટા સમાજ જ્ઞાતી પણ નારાજ થતાં જેતે વખતે બધા જનતાદળ અને ત્યારબાદ ભાજપ તરફ વળતા આજે ૨૫ થી ૩૦ વષૅથી ગુજરાતમાં સતા ઉપર આવી શકી નથી પક્ષને આટલા નુકસાન પછી પણ દિલ્લીમાં બેઠેલા કોગ્રેસના મોવળીઓની આખ ઉધળતી નથી અને વિવાદીત માધવસિંહ પછી તેમના દિકરા ભરતસિંહ અને હાલમાં માધવસિંહના સાળા ઈશ્વરસિંહ ચાવડાનો પુત્ર અમીત ચાવડા ને કમાન્ડ સોપી છે અને તેનાથી પાટીદાર ક્ષત્રીય બ્રાહમણ આહિર કોળી સમાજ સહીતની ગુજરાતની મુખ્ય ઉજળીયાત સહીતની જ્ઞાતી અને સમાજ નારાજ છે ઉપરોક્ત સમાજના આગેવાનો ભુતકાળમાં કોગ્રેસના ચુસ્ત ટેકેદારો હતા તેઓ પણ વિમુખ થતા જાય છે કોગ્રેસની વોટબેંક ગણાતા મુસ્લિમો કોળી અને દલીત સમાજ સહીતના લોકો પણ કોગ્રેસથી વિમુખ થઈ ગયા છે ત્યાં ગુજરાતમાં કોગ્રેસને બચાવવા માટે ઉપરોકત સમાજના આગેવાનો શકિતસિંહ ગોહિલ, પાલાભાઈ આબલીયા,જયરાજ પરમાર,હાદિક પટેલ, ઈન્દ્રનીલ રાજયગુરૂ,વિકમભાઈ માડમ સહીતના લડાયક આગેવાનોને કમાન્ડ સોપવી જોઈએ અને હજુ પણ ગુજરાતના ગામડે કોગ્રેસને ચાહવાવાળા લોકોની કમી નથી પણ આવા વિવાદીત નેતાઓને કારણે તેઓ નારાજ થઈ ધર જાલી બેસી ગયા છે તેવું સરપંચે જણાવેલ છે
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા


