Gujarat

ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર ચાર અને વોર્ડ નં પાંચ માં અંદાજે દોઢ સો ઘરોમાં પીવા નુ પાણી ખૂબ જ ગંદુ અને દુરગંધ વાળું પાણી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતાં લોકો માં રોષ ભભૂકી ઊઠ્યો છે

 

રાજકોટ જીલ્લાના ધોરાજી માં આવેલ નગરપાલિકા વોર્ડ નં પાંચ અને વોર્ડ નં ચાર માં છેલ્લા દોઢ બે વર્ષ થી પીવાનાં પાણી ની પાઈપલાઈન માંથી દુરગંધ અને ગંદુ અને ખુબજ ખરાબ પાણી આવતાં લોકો માં રોષ ભભૂકી ઊઠ્યો છે એક તો ચાર પાંચ દિવસ બાદ નગરપાલિકા તંત્ર દ્વારા પીવા નાં પાણી નું વિતરણ કરવામાં આવે છે એ પણ ખુબ જ ખરાબ પાણી વિતરણ કરવામાં આવે છે પાણી આવતાં અળધો કલાક સુધી પાણી જવાં દીધાં બાદ પાણી ભરવું પડે છે અને ત્યાર બાદ પણ ફિલ્ટર વગર નું પીળું પાણી લોકો ને પીવું પડી રહયું છે અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી ધોરાજી નાં વોર્ડ નં પાંચ અને વોર્ડ નં ચાર માં છેલ્લા દોઢ બે વર્ષ થી પીવાનાં પાણી પ્રશ્ને છે નગરપાલિકા તંત્ર હજું સુધી આ ગંદુ પાણી કયાંથ થાય છે  પાણી કોઈ પાઈપલાઈન તુટેલી હોય કે પછી ભૂગર્ભ ગટર નું પાણી પીવા નાં પાણી માં ભળી જાય છે એને ફોલ્ટ તંત્ર શોધવામાં અસફળ રીતે છે અને હાલ કોરોના ને લીધે લોકો પોતાની આરોગ્ય ની ચિંતા કરી રહી છે ત્યારે વોર્ડ નં ચાર અને પાંચ માં લગભગ દોઢસો ઘરોમાં આ ગંદા પાણી ને લીધે આરોગ્ય જોખમાઈ તેનો ભય સતાવી રહ્યો છે પણ આજ  વોર્ડ ના સદસયો કે નગરપાલિકા તંત્ર લોકો નાં આરોગ્ય ની કોઈ ચિંતા જ ન હોય તે રીતે આ પીવા નાં પાણી નો પ્રશ્ન હલ કરવામાં અસફળ રહી છે.

વોર્ડ નં પાંચ માં જ ધોરાજી નગરપાલિકાના વોટર-વર્કસ ચેરમેન રહે છે તે જ પોતાના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરી શકયા નથી તેવુ સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બાબતે ધોરાજીના ચીફ ઓફિસર આર સી દવે સાથે વાતચિત થતાં જણાવ્યું છે કે ધોરાજી નગરપાલિકા વોટર વર્કસના કર્મચારીઓ દ્વારા આજે પાણીના પાણી જ્યાથી આવે છે તે કઈ લાઈન માંથી આવે છે તેની શોધખોળ ચાલુ છે અને પાંચ છ કનેક્શનો મળી આવ્યા છે જેથી આ પીવા નાં પાણી માં ભળી જાય છે પણ તાત્કાલિક લોકો સારૂ પાણી મળે તેવો પ્રયત્ન હાથ ધરવામાં આવશે  તેવુ જણાવ્યું છે આમ ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાનો લૂલો બચાવ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ વિપુલ ધામેચા ધોરાજી

Screenshot_20200604-154049_WhatsApp-2.jpg Screenshot_20200604-154154_WhatsApp-1.jpg Screenshot_20200604-154231_WhatsApp-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *