નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખોડલધામ ના દર્શને……
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર ની પોતાની યાત્રા માં આજે બપોરે ખોડલધામ પહોંચ્યા હતા. પાટીલ ના સ્વાગત માં ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલ સ્વંયમ ઉપસ્થિત રહ્યા હતા. નરેશભાઈ એ સાથે રહીને માં ખોડલ ના દર્શન કરાવ્યા હતા. પાટીલે જણાવ્યું હતું કે તેઓ પ્રથમ વખત જ ખોડલધામ આવ્યા છે.પરંતુ અહીં નો પ્રેમ,ઘરોબો, અને આત્મીયતા જોઈને પહેલીવાર આવ્યા હોય તેવુ લાગતું નથી અને ખોડલધામ શિસ્ત અને કલાકૃતિ નું અદ્દભુત સમન્વય છે.અહીં માં ખોડલ પાસે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ ની મનોકામના પુર્ણ થાય તેવી પ્રાર્થના કરી છે. પાટીલ ના સન્માન બાદ ૧૧૦કિલોગ્રામ ચાંદી થી પાટીલ ની રજત તુલા કરવામાં આવી હતી. આ તકે રાજ્યના યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઇ બાવળિયા, ગોરધન ઝડફીયા,ધનસુખ ભંડેરી,રાજુભાઈ ધ્રુવ,ગોવિંદ પટેલ,લાખા સાગઠિયા,અરવિંદ રૈયાણી,ભાનુબેન બાબરીયા,ગોરધનભાઈ ધામેલીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા
ફોટા/અહેવાલ
દેવરાજ રાઠોડ વિરપુર



