*મહારાજા ભગવતસિંહજી ના રાજવી કાળમાં “ગોંડલ બાપુ” નું સૂત્ર હતું કે “ગોંડલ રાજ નો કોઈપણ વ્યક્તિ સવારે ભૂખ્યો જાગે પરંતુ રાત્રે ભૂખ્યો ના સુવે” તે સૂત્ર ગોંડલ રાજવી પરિવારે ચરિતાર્થ કર્યું છે.*
*રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ ગોંડલ મુકામે હાલ કોરોના ના કહેર માં સંપૂર્ણ ગોંડલ લોકડાઉન છે. આવી વિકટ પરિસ્થિતિમાં ગોંડલ શ્રમજીવી પરિવારના ધંધા રોજગાર અને મજૂરી કામ બંધ હોય. ત્યારે ગોંડલ વર્તમાન મહારાજાશ્રી. જ્યોતિન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલ તેમજ યુવરાજશ્રી. હીમાંશુસિંહજી ઓફ ગોંડલ દ્વારા લોકડાઉનના તમામ દિવસોમાં સ્લમ વિસ્તારના લોકો માટે તૈયાર ભોજન પૂરૂ પાડવામાં આવ્યું છે. મહારાજાશ્રી. ભગવતસિંહજી ના રાજવી કાળમાં “ગોંડલ બાપુ” નું સૂત્ર હતું કે “ગોંડલ રાજ નો કોઈપણ વ્યક્તિ સવારે ભૂખ્યો જાગે પરંતુ રાત્રે ભૂખ્યો ના સુવે” તે સૂત્ર ગોંડલ રાજવી પરિવારે ચરિતાર્થ કર્યું છે. આ તકે ગોંડલ યુવરાજશ્રી. હીમાંશુસિંહજી સાહેબ સ્લમ વિસ્તારના લોકોને રૂબરૂ મળી કોઈપણ ચીજની જરૂરિયાત હોય તો જણાવવા વિનંતી કરી છે. સાથે સરકારશ્રી ના સૂચનો અને નિયમો નું પાલન કરવા પણ અપીલ કરી. અને મિશન સન્ડે સ્લમ ના કાર્યકર્તા ઓએ ભોજન પીરસવાની જહેમત ઉઠાવી હતી. તેમને પણ બિરદાવ્યા હતા. સાથે શાસકપક્ષ ના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*