ઘરે માનપાન નહીં મળતા પગલું ભરી લીધું
જામનગરના મોટી ખાવડી ગામે પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મોટી ખાવડીમાં રહેતા વિકાસ ભગવાન નામના 25 વર્ષના યુવાને મેઘપર પોલીસમાં જાણ કરેલ કે શિવશંકર કુમાર રામપ્રતાપસિંગ નામના 20 વર્ષના યુવાને પોતાની ઘરે રૂમમાં આડી સાથે સાડીનો કટકો બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે.
આ બનાવની જાણ થતા મેઘપર પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરતા જાણવા મળેલ કે મૃતકને કોઈવાર દારૂ પીવાની ટેવ હોય તેના ઘરે દારૂ પી બોલાચાલી કરતો આથી ઘરના સભ્યો તેને માનપાન નહીં આપતા લાગી આવતા માનસિક અસર થઈ જતા આખરે જિંદગી ટૂંકાવી લીધી હોવાનું જાણવા મળેલ છે.