મોરબીના વૃદ્ધનું શંકાસ્પદ કોરોના વાઈરસથી મોત : સાંજે કોરોના નો રીપોર્ટ આવશે
મોરબી થોડા દિવસ પહેલા એક કોરોના પોઝીટિવ કેસ આવી ચૂક્યો છે ત્યારે મોરબીના માણેકવાડા રહેવાશી વૃધ્ધ શંકાસ્પદ કોરોના વાઈરસથી રાજકોટમાં મોત થયું છે. વૃદ્ધને કેટલાક દિવસથી તાવ પણ હતો. જેને વાલ્વ ની તકલીફ ના કારણે શ્વાસની તકલીફ પણ હતી. સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતા. રાજકોટ વહેલી સવારે વૃદ્ધે દમ તોડ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા મૃતકના ચાર પરિવારજનોને લઇને રાજકોટમાં જ અંતિમવિધી કરાઇ હતી. મૃતકનો રિપોર્ટ આજે સાંજે આવશે
રીપોર્ટ…આશિફ ખોરમ