મોરબીમાં સેફટીના સાધનો વગર જ કોરોના સામે લડવા આરોગ્ય કમૅચારી ઓ મજબૂર ?
મોરબી સિવીલ હોસ્પિટલ ના ઈમરજન્સી વોર્ડના સ્ટાફની સેફટી ના નામે મીંડું
મોરબી :- મોરબી જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલ ના ઈમરજન્સી વોર્ડ માં ફરજ બજાવતા મેડીકલ ઓફિસર, નર્સીંગ ઓફિસર તેમજ સર્વન્ટ ની કોઈ જ સેફટી નથી. કોરોના ના શંકાસ્પદ દર્દીઓ આવે તો સીધા ઈમરજન્સી વોર્ડ માં હોય જેને ચેક-અપ કરવા, બ્લડ સેમ્પલ લેવાની કામગીરી કરવાની હોય છે. જેથી તેઓ દર્દીઓ સાથે સીધા સંપર્ક માં આવતા હોવા છતાં ઈમરજન્સી વોર્ડ માં ફરજ બજાવતા મેડીકલ ઓફિસર, નર્સીંગ ઓફિસર, હોય કે સર્વન્ટ હોય તેમને કોઈ પણ પ્રકારની કીટ, તેમજ એન-95 માસ્ક આપવામાં આવ્યા નથી. તો આવી જ સ્થિતિ શરદી-ઉધરસ માટે કાર્યરત કરેલ નવી ઓપીડી માં છે. જેમાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસર તેમજ સ્ટાફ ને કીટ, તેમજ એન-95 માસ્ક ફાળવવામાં આવેલ નથી. તો કોરોના માટે સ્પે. મોરબી સિવીલ હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેના ડાઈવર માટે કીટ, સહિત ની સુવિધાઓ અપાઈ છે. પણ મેડીકલ ઓફિસર, નર્સીંગ ઓફિસર, કે સર્વન્ટ માટે કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી હાલની કોરોના સામે ની લડાઈમાં આરોગ્ય કમૅચારી ઓ સૈનિક તરીકે ફરજ બચાવી રહ્યા છે જો યુદ્ધમાં સૈનિક પાસે સેફટીના સાધનો જ ન હોય તો યુદ્ધ કેવી રીતે જીતી શકાય તે મોટો પશ્રન છેં બીજી બાજુ સેફટીના સાધનો વગર આરોગ્ય કમૅચારીઓ જો કોરોના થી સંકમિત થવા લાગ્યા તો ખૂબ ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થશે તે નક્કી છેં
રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી