Gujarat

યંગ ઈન્ડીયા ગ્રુપે શ્રમિકોને વતનમાં જવામાં થતી હેરાનગતિ અંગે પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરાઈ

*યંગ ઈન્ડીયા ગ્રુપે શ્રમિકોને વતનમાં જવામાં થતી હેરાનગતિ અંગે પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરાઈ*

*(અહેવાલ:જયેશ બોખાણી)*

મોરબી: લોકડાઉન સંદર્ભે શ્રમિકો/કામદારોને વતન પરત ફરવા અંગે જે જાહેરાત કરવામાં આવેલ છે. જે સંબંધે સમગ્ર કાર્યવાહી સરળ સુચારૂ અને આયોજનબદ્ધ થઈ શકે તે અંગે યંગ ઈન્ડીયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને રજુઆત કરાઈ હતી.

જેમાં જણાવ્યું હતું કે, મોરબી જીલ્લાના અનેકવિધ ઉદ્યોગોમાં કાર્ય કરી રહેલ રાજસ્થાન-ઉત્તરપ્રદેશ- મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના શ્રમિકો/કામદારો પોતાના વતન ફરવા ઈચ્છે છે. તેમાના ઘણા શ્રમિકો/કામદારો ઓનલાઈન વિગતો ભરી સકવા અસર્થન છે. તેવા શ્રમિકો/કામદારો માટે ઓફલાઈન વૈકલ્પિક વ્યવસ્થા-દસ્તાવેજી પ્રમાણપત્ર વ્યવસ્થા પરિવહન બસ-રેલ્વે કે અન્ય વ્યવસ્થાઓ માટે ખાસ અલગ કેમ્પની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવે તો પ્રશ્નનો ઉકેલ આવી શકે.

તેમજ ઉપરોક્ત સમગ્ર પ્રક્રિયા સરકારશ્રી/વહીવટતંત્ર જ્યારે શરૂ કરે ત્યારે આ પ્રક્રિયામાં સહકાર અર્પણ કરવા યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબીની ટીમ કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે. અમારો સંપુર્ણ સહકાર આપશ્રીને મળી રહેશે. સાથે અમારી સંસ્થાની સર્વેક્ષણ ટીમ દ્વારા મળેલ માહિતી મુજબ સંખ્યાબંધ શ્રમિકો પાસે વતન ફરવા માટે નાણાકીય વ્યવસ્થા નથી જેથી અંસમંજસની સ્થિતી ઉપસ્થિત થવા પામેલ છે. જે અંગે સરકારશ્રી હકારાત્મક નિર્ણય લઈ ઘટતું કરશે.

આ ઉપસ્થિત થયેલ તમામ સંજોગો અને પરિસ્થિતના સંદર્ભમાં યંગ ઈન્ડીયા ગ્રુપ મોરબી એક છતા નક્કર સુચિત દરખાસ્ત સરકારશ્રી સમક્ષ રજુ કરવા ઈચ્છે છે. જો ગુજરાત સરકારશ્રી અથવા જિલ્લા વહીવટીતંત્ર કે સક્ષમ ઓથોરિટી દ્વારા તદ્દન ન્યુનતમપ્રતિક ભાડાથી એસ.ટી બસ કે અન્ય પરિવહન વાહનોની વ્યવસ્થા કરી આપવામાં આવે તો આ ન્યુનતમપ્રતિક ભાડાનો ખર્ચ યંગ ઈન્ડીયા ગ્રુપ મોરબી વહન કરી શ્રમિકોને પોતપોતાના વતન પરત મોકલી આપવાની વ્યવસ્થા કરવા સઘન વિચારણા કરી રહેલ છે. આપના પ્રત્યુતર સુચન માર્ગદર્શનથી ઉત્સુકતાથી રાહ જોઈશું. સાથે લોકડાઉનના પ્રથમ દિવસથી જ યંગ ઈન્ડીયા ગ્રુપ મોરબી સમગ્ર જિલ્લામાં જનહિત જનસુખાકારી જનજાગૃતિ અભિયાનમાં સમર્પિત છે.

IMG-20200506-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *