રઝવી ટ્રસ્ટ દ્વારા રાહતદરે અનાજ કિટ વિતરણ એક હજાર કુટુંબોને લાભ આપશે*
મોરબી શહેરમાં આયાતઅર્ષ એન્ટર પ્રાઇઝ અને રઝવી ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ બાદ મોરબી શહેર ના લાભાર્થીઓ ને રાહતદરે અનાજ કિટના પ્રોજેક્ટ માં લોકડાઉન પહેલા એક હજાર કુટુંબોનુ રજી સ્ટેન હાથ ધરાયુ હતુ જેમા મોરબી શહેર ના અલગ અલગ વિસ્તાર ના લોકોએ કંપની અને ટ્રસ્ટ ના નિયમ અનુસાર ફી ભરીને લાભ લેવા ઉત્કૃષ્ટતા બતાવી હતી 90 દિવસ બાદ લાભાર્થીઓ ને મળતો લાભ આપવા મોરબી શહેર માં 15/6/2020 તારીખે થી હાલની કોરોના વાયરસ ની તકેદારીના ભાગરુપે દરરોજ ના પચાસ લાભાર્થીઓ ને ફોન કોલ કરી ચા, ખાંડ તેલ ખીચડી ભાત ચણાદાળ તુવેરદાળ જેવી આઠ વસ્તુઓ ની તૈયાર કિટ વિતરણ કરવામાં આવનાર છે
જે લાભાર્થીઓ ને લાભ આપવાનો છે તે લાભાર્થીઓએ ફોન કોલ આવ્યા બાદ સમય અને તારીખ આપવામાં આવે ત્યારે કિટ લેવા જવા અનુરોધ કરાયો છે
સરકાર શ્રી ના નિયમ અનુસાર હાલની પરિસ્થિતિઓ ને ધ્યાનમાં રાખી લાભાર્થીઓએ ફરજિયાત માસ્ક , સામાજિક અંતર બનાવીને ખરીદી કરવાની રહેશે તેવુ રઝવી ટ્રસ્ટના ચેરમેન આશીફ શેખની યાદીમાં જણાવવામાં આવ્યુ હતુ
રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી


