*રાજકોટ શહેરનાં વ્યસનીઓ પોતાની સાથે પોતાના પરિવાર, વિસ્તારના લોકોના જીવ પણ આ રીતે ટોળાં કરીને જોખમમાં મૂકે છે.*
*રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ શહેરનાં સદર વિસ્તારમાં આજે સવારથી કેટલીક દુકાન પાસે પોલીસની બે જીપ ઊભી હતી. પોલીસ બંદોબસ્ત જાળવી રહ્યા હતા. ત્યાં રેશનનું વેચાણ નહોતું થતું. દવા કે આયુર્વેદિક ઉકાળા પણ નહોતા મળતા અને ત્યાં દૂધ કે અન્ય કોઇ જીવનજરૂરી વસ્તુ પણ નહોતી વેચાતી. એ તમાકુ-સોપારી-કાથો-ચુનો વગેરે વેચવા માટેની દુકાન હતી. પાનની દુકાનો પર પણ સવારથી મોટી લાઇનો હતી. કેટલાક વિસ્તારમાં તો ૧૨ વાગ્યે પાનની દુકાન બંધ પણ થઇ ગઇ હતી કારણ કે એક તો સ્ટોક હતો નહીં અને એમાં સવારથી ગ્રાહકો ફાકી-પાન લઇ ગયા. સદરમાં હોલસેલ વેપારની દુકાને લોકોની લાંબી લાઇન બપોર સુધી હતી. લોકોના મનમાં એવો ડર છે કે ફરી લોકડાઉન થશે અને તમાકુ-બીડી મળતાં બંધ થઇ જશે તો એટલે મોટી સંખ્યામાં લોકો એ ખરીદવા પહોંચ્યા હતા. ઘરમા સ્ટોક હોય તો વાંધો નહીં. પણ ના હોય તો થોડી વધારે લઈ સ્ટોક કરીલે ખબર નહી કયારે લોકડાઉન લાગે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*
