*રાજકોટ શહેરમાં આજે વધુ ૪ દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા છે. સારવાર દરમિયાન થયું મોત.*
*રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના આજે-રોજ સવારમાં જ વધુ ૪ લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. જેમાં ૨ ના સિવિલ હોસ્પિટલમાં અને ૨ ના ખાનગી હોસ્પિટલમાં મોત થયાની માહિતી મળી છે. આજ-રોજ સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૦ વર્ષીય ચુનારાવાડ નારણભાઇ વડેચા અને પરસાણાનગરના ૬૦ વર્ષીય ઇશ્વરલાલ દેસવાણીનું મોત નીપજ્યું હતું. જયારે કેશોદના ૬૨ વર્ષીય સજ્જનબા ઝાલા અને ૬૬ વર્ષીય ઇશ્વરલાલનું કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. ત્યારે જીલ્લામાં મુર્ત્યું આંક વધતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આજે વધુ ૪ ના મોત થતા મોત આંકડો ૨૦ ને વટાવીને ૨૫ એ પહોંચી ગયો છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*
