*રાજકોટ શહેરમાં એક રાતમાં વધુ ૮ દર્દીઓને કોરોના ભરખી ગયો છે.*
*રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ગઈકાલે શહેરી વિસ્તારમાં કુલ ૪૫ અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે રાજકોટમાં જુદી-જુદી કોરોના કેર હોસ્પિટલોમાં સારવાર લેતા રાજકોટનાં માધાપર ગામનાં હંસાબેન વેલજીભાઈ લગદાણી (ઉ.૪૬) અને યુનિવર્સિટી રોડ પર રહેતા ધનીબેન મોહનભાઈ ચાવડા (ઉ.૬૨) સુરેન્દ્રનગરનાં કુમારભાઈ કાંતીભાઈ શાહ (ઉ.૬૦), લીંબડીનાં લાલજીભાઈ મુળજીભાઈ જાદવ (ઉ.૮૨) અને બિંદુબેન અલ્પેશભાઈ શાહ, જુનાગઢનાં અમીદાબેન સુલેમાનભાઈ ખાડીયા (ઉ.૬૫), વાંકાનેરનાં ગોવિંદભાઈ હમીરભાઈ તોડયા (ઉ.૬૩) અને ભચાઉનાં ભારતીબેન સુર્યકાંતભાઈ બેલાણી (ઉ.૬૨)ને કોરોના વાયરસ ભરખી ગયો હતો. રાજકોટમાં વાહન ચોરીનાં ગુનામાં ઝડપાયેલા આરોપીને ગઈકાલે કોરોના પોઝીટીવ આવતા P.S.I સહિત ૧૦ પોલીસ કર્મચારીઓને કવોરન્ટાઈન કરાયા છે. ગઈકાલે એક યુવતી સહિત 3 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી જીંદગીની જંગ જીતી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*