Gujarat

રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો કહેર, સવારે ૩૩ કેસ બાદ અત્યારે ફરી ૧૦ કેસ નોંધાયા, લોકોમાં ફફડાટ

*રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો કહેર, સવારે ૩૩ કેસ બાદ અત્યારે ફરી ૧૦ કેસ નોંધાયા, લોકોમાં ફફડાટ*

*રાજકોટ શહેર તા.૨૨/૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૦ પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ સાથે શહેરમાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. અને આરોગ્ય વિભાગ જરૂરી કાર્યવાહી કરવા માટે નોંધાયેલ વિસ્તારમાં પહોંચી ગયું છે. ત્યારે આજે એક જ દિવસમાં ૪૩ કેસ સામે આવતા શહેરમાં કુલ સંક્રમિત કેસોની સંખ્યા ૭૪૧ પર પહોંચી ગઈ છે. જયારે શહેરમાં હજુ ૩૮૭ લોકો સારવાર હેઠળ છે. સવારે જ ૧૨ વાગ્યા સુધીમાં એક સાથે ૩૩ કેસ સામે આવ્યા હતા. સવાર બાદ ૫ વાગ્યા સુધીમાં વધુ ૧૦ કેસ સામે આવતા આજે એક જ દિવસમાં ૪૩ કેસ નોધાયા છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200720-WA0095.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *