*રાજકોટ શહેરમાં ગઇકાલે જે કેસ આવ્યા. તેમા ૧૯૩ મકાનમાં ૮૪૧ વ્યક્તિ ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે.*
*રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ૫૦ પોઝિટિવ કેસ આવ્યા હતા. આ દર્દી જ્યા રહેતા હોય તેમના આસપાસના મકાનોને ક્ધટેઇનમેન્ટ ઝોન હેઠળ લેવામા આવ્યા છે. તેમા રહેતા પરિવારને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. ગઇકાલે જે ૫૦ કેસ આવ્યા હતા. તેમા દર્દીના નામ-સરનામા તો જાહેર કરવામા આવ્યા નથી. પરંતુ આ દર્દીના આસપાસના ૧૯૩ મકાનના ક્ધટેઇનમેન્ટ ઝોન અને તેમા ૮૪૧ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા હોવાની જ વિગત મનપાએ જાહેર કરી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


