*રાજકોટ શહેરમાં મોજશોખ ખાતર મોંઘીદાટ સાયકલો ચોરતી સગીર ત્રિપુટી ઝડપાઇ.*
*રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં હેલ્થ જાળવવા લોકો સાયકલિંગ તરફ વળી રહ્યા છે. તો બીજી તરફ આવી જ મોંઘીદાટ સાયકલોની ચોરી કરતી એક સગીર ત્રિપુટી ગેંગને માલવીયાનગર પોલીસે દબોચી લઈ દોઢ લાખની ૧૪ ચોરાઉ સાયકલો કબ્જે કરી છે. રાજકોટની હરિહર સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી અને એસ્ટ્રોન સોસાયટીમાંથી ડોકટર, વેપારી સહિત ૧૪ લોકોની સાયકલો ચોરી થઈ હોવાની ફરિયાદ માલવીયાનગર પોલીસમાં નોંધાતા પોલીસે સી.સી.ટી.વી ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન રેકી કરી ઘરના ફળિયામાં પાર્ક કરેલી આવી સાયકલો ચોરી જતા ૩ ટાબરીયાઓને માલવીયાનગર પોલીસે દબોચી લઈ આગવીઢબે પૂછતાછ કરતા ત્રણેય ભાંગી પડ્યા હતા. અને તેઓ મોજશોખ ખાતર આવી સાયકલો ચોરી કરતા હોવાની કબૂલાત આપતા પોલીસે તેઓ પાસેથી દોઢ લાખની કિંમતની ૧૪ મોંઘીદાટ ચોરાઉ સાયકલો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


