*રાજકોટ શહેરમાં રિક્ષામાં બેસાડી મુસાફરોના ખિસ્સા હળવા કરતી બેલડીને ઝડપી પાડતી બી.ડિવિઝન પોલીસ.*
*રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગ ફરી સક્રિય થઇ હોય અને તાજેતરમાં હોટલ ફર્નના કર્મચારીને બેસાડી 14 હજાર રોકડા ભરેલું પાકીટ સેરવી લેવાની ફરિયાદ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોય. તેનો ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી બી.ડિવિઝન P.I એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ P.S.I ડામોર અને સ્ટાફે બાતમી આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી રિક્ષામાં નીકળેલા બે શખ્સોને અટકાવી નામઠામ પૂછતાં ભગવતિપરાનો અમિત ઉર્ફે સુનિલ રાજુભાઈ ડોડીયા અને પરા પીપળીયાના જીગ્નેશ ઉર્ફે જીગો માયાભાઇ સિંધવ હોવાનું જણાવતા બંનેની અટકાયત કરી પૂછતાં કરતા પાંચ ગુનાની કબૂલાત આપી હતી. જેમાં હોટલ ફર્નના કર્મચારી સિવાય એક મુસાફરના ૪૫૦૦ એક મુસાફરના ૨૦૦૦ એક મુસાફરના ૧૦૦૦ અને એક મુસાફરના ૨૫૦૦ ચોરી લીધાની કબૂલાત આપતા પોલીસે ૫૦ હજારની રીક્ષા અને ૨૦ હજાર રોકડા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*



