*રાજકોટ શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર કુલ ૪૪૧ જગ્યા. રાજકોટ મહાનગરપાલીકાની ત્રણેય ઝોનના સિવીક સેન્ટર ખાતેથી વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.*
*રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલીકામાં છેલ્લા ૧૫ વર્ષ સફાઈ કામદારની ભરતી બાબતમાં સમાજના આગેવાન, યુનિયન લીડરો, સમાજના પટેલ માજી કોર્પોરેટરો તથા વાલ્મીકી સમાજના તમામ સફાઈ કામદાર ભાઈઓ બહેનો ભરતી કરવા માટે અધિકારી તથા પદાધિકારી સાથે રજૂઆત કરતા રહીએ છીએ. જેના અનુસંધાને પૂ. ચીમનાજી બાપુ ઉપવાસ આંદોલન કરેલ તેના ફળ સ્વરૂપે તા.૨૦.૭ના રોજ જનસંપર્ક અધિકારી દ્વારા ભરતી બાબતની છાપામાં જાહેરાત આવેલ અને તા.૨૧.૭ના રોજ ફોર્મ વિતરણ વ્યવસ્થા ચાલુ કરેલ, પરંતુ તેમાં ફૂલટાઈમ ભરતીને બદલે પાર્ટટાઈમ સફાઈ કામદારની ભરતીની જાહેરાત કરેલ પરંતુ તેમા જળ નિયમો દાખલ કરેલ છે. જે જળ નિયમો ગુજરાત રાજયમાં કયોરય પણ કોઈ પણ ભરતી માટે આવા નિયમો રાખેલ નથી. તો સફાઈ કામદારો માટે શા માટે આવા ભરતીનાં નિયમો અત્યાર સુધીનાં ઈતિહાસમાં કયાય જોવા મળેલ નથી. રાજકોટનો સમગ્ર વાલ્મીકી સમાજ આ નિયમોનો વિરોધ કરે છે. પાર્ટટાઈમને બદલે ફુલટાઈમની ભરતી કરે એવી અમારી માંગણી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*
