*રાજકોટ શહેર આજરોજ સવારે ૧૦:૩૦ કલાકે ગાંધીનગર થી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સચિવો રાજકોટ પહોંચ્યા હતા.*
*રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસ નાથન અને આરોગ્ય સચિવ જયંતી રવિ સહિતનાં રાજકોટ દોડી આવ્યા છે. તેઓએ અહીં વિવિધ મુદ્દે સ્થાનિક અધિકારીઓ સાથે મીટીંગ યોજી રાજકોટ જીલ્લા સહિત સૌરાષ્ટ્રભરની વિગતો મેળવી હતી. અને અધિકારીઓને જરૂરી સુચનાઓ પણ આપી હતી. આ બેઠક બાદ તેઓ વડોદરા જવા રવાના થવાના હોવાનું પણ જાણવા મળ્યું છે. આજરોજ સવારે ૧૦:૩૦ કલાકે ગાંધીનગર થી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સચિવો રાજકોટ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. અહીં કલેકટર કચેરીમાં જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશીયા, જીલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતનાં અધિકારીઓ તેમજ મેયર સહિતનાં પદાધિકારીઓ સાથે તેઓએ મેરેથોન મીટીંગ યોજી હતી. જેમાં રાજકોટ જીલ્લામાં અત્યાર સુધીમાં લેવાયેલા પગલાની જીણવટભરી માહિતી મેળવી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*