*રાજકોટ શહેર કલેક્ટર કચેરીના બિનખેતી શાખાના મામલતદાર હિતેશ તન્નાનો કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે.*
*રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ૨ દર્દીઓના મોત થયા છે. ગોંડલના ૭૨ વર્ષીય દિલીપભાઇ ગોકળદાસ રાજાણી અને ધોરાજીના ૬૮ વર્ષીય ઇસ્માઇલભાઇ અબ્બાસભાઇ ગરાણાનું મોત થયું છે. રાજકોટ જીલ્લા કલેક્ટર કચેરીમાં વધુ એક કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે. રાજકોટ કલેક્ટર કચેરીના બિનખેતી શાખાના મામલતદાર હિતેશ તન્નાનો કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે. તેમનો રીપોર્ટ પોઝીટિવ આવતા ચિંતાનો માહોલ છવાયો છે. કારણ કે રોજ અનેક લોકો તેમને મળતા હતા. જીલ્લા કલેક્ટર કચેરીમાં અત્યાર સુધી ૬ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ આખી બ્રાન્ચ બંધ કરી દેવાઇ છે. બ્રાન્ચના તમામ સ્ટાફને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. મામલતદાર તન્ના સાથે ચિટનીશથી કલેક્ટરશ્રી ત્રિવેદી સતત મળતા રહેતા જેથી કલેક્ટરને પણ તેમના વતન જામનગર ખાતે ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*