Gujarat

રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસ શોધવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૫૦ હજાર એન્ટીજન કીટનો ઓર્ડર આપવામાં આવ્યો છે

*રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસ શોધવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૫૦ હજાર એન્ટીજન કીટનો ઓર્ડર આપવામાં આવ્યો છે.*

*રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર-જીલ્લામાં ટેસ્ટીંગ ડબલ કરવાની સુચના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યાની અમલવારી શરૂ કરવામાં આવી છે. આજથી રાજકોટ જીલ્લામાં ટેસ્ટીંગનું પ્રમાણ ડબલ કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની મેરેથોન બેઠક મળી હતી. તેમાં શહેર માટે અલગથી એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તે મુજબ આજથી સરકારી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટેસ્ટીંગ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી એન્ટીજન કીટની ખરીદીનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. જીલ્લામાં કુલ.૫૦ હજાર જેટલી એન્ટીજન કીટ મંગાવવામાં આવી છે. અમદાવાદ અને સુરતે જે કંપની પાસે એન્ટીજન કીટનો ઓર્ડર આપ્યો છે તે જ કંપનીને રાજકોટ પણ ઓર્ડર આપશે. રાજકોટમાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબકકામાં ૨૦૦૦ ત્યાર બાદ ૧૫૦૦ એન્ટીજન કીટ ફાળવવામાં આવી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200730-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *