*રાજકોટ શહેર જીલ્લામાં ૫૦ ધન્વંતરી આરોગ્ય રથ મારફતે ૨૫.૭૦૩ નાગરિકોની આરોગ્ય તપાસ કરાઈ હતી.*
*રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી નાગરિકોને આયુર્વેદિક અને હોમીયોપેથીની સારવાર આપી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર આપતા કુલ ૫૦ ધન્વંતરી રથ રાજકોટ જીલ્લામાં ફરી રહ્યા છે, જેમાં રાષ્ટ્રીય બાલ સખા કાર્યક્રમની ટીમ તેમની સેવાઓ આપે છે. આ ટીમમાં એક તબીબી અધિકારી તથા પેરામેડીકલ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં જઈને લોકોને આયુર્વેદિક તથા હોમીયોપેથિક સારવાર આપે છે. આ રથમાં તાવ શરદી-ઉધરસના ડાયાબિટીસ-બ્લડપ્રેશર જેવી બીમારીનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. થર્મલ ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર, ગ્લુકોમીટર સહિતના આધુનિક સાધનો દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓ નાગરિકોને આપવામાં આવે છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


