Gujarat

રાજકોટ શહેર જૈન સમાજના પર્યુષણ પર્વમાં પણ સામુહિક પ્રતિક્રમણ, સંઘ જમણ અને ગુરૂ-ભગવંતોના વ્યાખ્યાન યોજવા ઉપર મનાઈ કરવામાં આવી છે

*રાજકોટ શહેર જૈન સમાજના પર્યુષણ પર્વમાં પણ સામુહિક પ્રતિક્રમણ, સંઘ જમણ અને ગુરૂ-ભગવંતોના વ્યાખ્યાન યોજવા ઉપર મનાઈ કરવામાં આવી છે.*

*રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યસ્થાને ગઈકાલે જૈન સમાજના અગ્રણીઓ અને તમામ ફિરકાના આગેવાનોની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં પર્યુષણ પર્વ દરમિયાન ઉપાશ્રય અને દેસાસરોમાં ખાસ તકેદારી રાખવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જીલ્લા કલેકટર સાથેની બેઠકમાં જૈન સમાજના શ્રેષ્ઠીઓએ સર્વાનુમતે નિર્ણય કરી જણાવ્યું હતું. કોરોના વિપદામાં જૈન સમાજના પર્યુષણ પર્વમાં સોશ્યલ ડિર્સ્ટન્સ સાથે દેરાસર-ઉપાશ્રયમાં ભાવિકોને દર્શન કરવાની પરવાનગી અપાશે. દેરાસર-ઉપાશ્રયમાં મોટી સંખ્યામાં ભાવિકો ન એકત્ર થાય તેનું ખાસ પાલન કરવાં આવશે. પયુર્ષણ પર્વમાં જૈન સમાજ દ્વારા સામુહિક પ્રતિક્રમણ, ગુરૂ-ભગવંતોના વ્યાખ્યાન અને સંઘ જમણના જાહેર કાર્યક્રમ યોજવામાં નહી આવે તેમજ ઘરબેઠા પયુર્ષણ પર્વની ઉજવણી કરવામાં આવશે. અમુક ગુરૂ-ભગવંત મહારાજ સાહેબ દ્વારા ઓનલાઈન વ્યાખ્યાન મારફત અનુયાયીઓને શ્રવણનો લાભ આપવામાં આવી રહ્યો છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200720-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *