*રાજકોટ શહેર ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ૪ વોર્ડમાં અલગ-અલગ વિસ્તારોમાં ટીપીના અનામત પ્લોટ તથા ટીપીના રોડ પર ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન હાથ ધરાયુ હતુ.*
*રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલના આદેશના પગલે આજે મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરનાં ૪ વોર્ડમાં અલગ-અલગ વિસ્તારોમાં ટીપીના અનામત પ્લોટ તથા ટીપીના રોડ પર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા ડિમોલીશન હાથ ધરાયુ હતુ. જેમાં મકાન, દુકાનો, ઝુપડા, ટોયલેટ અને ફેન્સીંગ સહિત ૧૪ બાંધકામો પર બુલડોઝર ફેરવી રૂા.૪૨.૭૨ કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. રૈયારોડ, ગંગોત્રી પાર્ક પાછળ, આવકાર સોસાયટી, એ.જી.ચોક અને મવડીમાં ઝુંપડા, ફેન્સીંગ, ઓરડી, દુકાનો, મકાન અને ટોયલેટ પર બુલડોઝર ફેરવી દેવાયું હતુ. સામાંકાંઠે પણ મંદિર તથા બે સોસાયટી વચ્ચેની દિવાલ તોડી પડાઇ હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*