*રાજકોટ શહેર ડેરીની ચૂંટણીની તારીખો જાહેર, ૨૮ ઓગસ્ટે ૧૪ બેઠક માટે ચૂંટણી યોજાશે.*
*રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ડેરીની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજકોટ જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ૧૪ બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી ૨૮ ઓગસ્ટના રોજ રાજકોટ અને મોરબી જીલ્લાની મળી કુલ.૧૪ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ૪૫૦ જેટલા મતદારો ચૂંટણીમાં મતદાન કરશે. ચૂંટણી અધિકારી પદ પર ધોરાજીના પ્રાંત અધિકારી ગૌતમ મિયાણીની નિમણૂક કરવામાં આવી છે. ડેરીની વર્તમાન ચૂંટાયેલી બોડીની ટર્મ ૧૫ સપ્ટેમ્બરના રોજ પૂરી થઇ રહી છે. હાલના સમયે ગોવિંદ રાણપરિયા જૂથનું શાસન ચાલી રહ્યું છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


