Gujarat

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા માસ્ક પહેર્યા વગર રખડતા ૫૧૫ લોકોને ફટકારાયો દંડ

*રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા માસ્ક પહેર્યા વગર રખડતા ૫૧૫ લોકોને ફટકારાયો દંડ.*

*રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં માસ્ક નહી પહેરનારા કે પછી નાક અને મ્હો સરખું ઢંકાય નહી તેવી રીતે માસ્ક નહી. પહેરનારા લોકો અન્ય નાગરીકોમાં ચેપ ફેલાવી શકે તેવી દહેશત રહે છે, તેમ જણાવી મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે સમગ્ર બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ આવા નાગરિકો પાસેથી પેનલ્ટી વસૂલ કરવા સમયાંતરે ઝુંબેશ ચલાવવા આદેશ આપાયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનો આશય લોકોને દંડિત કરવાનો નહી પણ માસ્ક પહેરવા જાગૃત રહે તે માટેનો છે. માસ્ક નહી પહેરનાર લોકો પોતાના અને સામેવાળા લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની રહે છે. સૌ જાહેર સ્વાસ્થ્યના હિતમાં માસ્ક પહેરે, વખતો વખત હાથ ધોવે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ વખતો વખત તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનો ચુસ્તપણે અમલ કરે તે જરૂરી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200721-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *