Gujarat

રાજકોટ શહેર માધાપર ચોકડીએ ધોરણ.૧૨ ના વિદ્યાર્થીને ઇન્ડિયન ઓઇલનાં ટેન્કરે ઠોકરે ચડાવતા ઘટનાસ્થળે જ તરુણનું મોત નીપજ્યું હતું

*રાજકોટ શહેર માધાપર ચોકડીએ ધોરણ.૧૨ ના વિદ્યાર્થીને ઇન્ડિયન ઓઇલનાં ટેન્કરે ઠોકરે ચડાવતા ઘટનાસ્થળે જ તરુણનું મોત નીપજ્યું હતું.*

*રાજકોટ શહેર તા.૨૬.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની માધાપર ચોકડીએ આવેલ વિનાયક વાટિકામાં રહેતા અને ધોરણ.૧૨ માં અભ્યાસ કરતા દર્શન રાજેશભાઈ પરમાર નામનો ૧૭ વર્ષીય તરુણ તેના પિતા રાજેશભાઈ પરમારને નોકરી ઉપર જવાનું હોય જેથી GJ.03.DL ૯૭૮૭ નંબરનું એક્ટિવા લઈને તેના પિતાને મુકવા જતો હતો. માધાપર ચોકડીથી જામનમગર રોડ તરફ જતી વખતે નજીકમાં જ આવેલ પેટ્રોલ પમ્પ ઉપરથી નીકળેલા ઇન્ડિયન ઓઈલના ટેન્કર ચાલકે ટેન્કર પુરપાટ ઝડપે ચલાવી આ પિતા-પુત્રને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અને પિતા-પુત્ર ફંગોળાઈ ગયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા દર્શનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત રાજેશભાઈ પરમારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. ઘટનાને પગલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી ગયો હતો. અને અકસ્માત સર્જનાર ટેન્કર ચાલકને સકંજામાં લઇ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક દર્શન બે ભાઇમાં નાનો હતો. દર્શનના મોતથી પ્રજાપતિ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200726-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *