Gujarat

રાજકોટ શહેર રિપબ્લિક ટીવીના એડીટર અર્નબ ગોસ્વામી સામે રાજકોટમાં જુદી-જુદી ૪ ફરીયાદ. સોનીયા ગાંધી સામે અપમાનજનક શબ્દપ્રયોગથી કોંગ્રેસ નારાજ

*રાજકોટ શહેર રિપબ્લિક ટીવીના એડીટર અર્નબ ગોસ્વામી સામે રાજકોટમાં જુદી-જુદી ૪ ફરીયાદ. સોનીયા ગાંધી સામે અપમાનજનક શબ્દપ્રયોગથી કોંગ્રેસ નારાજ.*

*રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના પાલઘર મોબલીંચીંગની ઘટના સંદર્ભે યોજાયેલી ડીબેટમાં રીપબ્લીક ટીવી ચેનલના કો-ફાઉન્ડર અને એડીટર ઇન ચીફ અર્નબ રાજન ગોસ્વામી દ્વારા અપમાનજનક અને માનહાનીજનક વિધાનો કરવામાં આવતા દેશભરના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઇ છે. આ અંગે જગ્યાએ-જગ્યાએ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી રહી છે. આજે રાજકોટ શહેરમાં પણ કોંગ્રેસીઓ અગ્રણીઓએ જુદી-જુદી ૪ ફરીયાદો પોલીસ સમક્ષ રજુ કરી હતી. આઇ.પી.સી. સેકશન ૧૧૭.૧ર૦(બી).૧પ૩.૧પ૩(એ).ર૯પ(એ).ર૯૮.પ૦૦.પ૦૪.પ૦પ અને પ૦૬ અને આઇ.પી.સી. ૧૮૬૦ આર/ડબલ્યુ સેકશન ૬૬એ(ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ-ર૦૦૦)મુજબ અર્નબ ગોસ્વામી સામે પોલીસ કમિશ્નર કચેરી. ભકિતનગર પોલીસ સ્ટેશન. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં જુદી જુદી ૪ ફરીયાદો અનુક્રમે મહેશ રાજપુત. શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર અને ડો.હેમાંગ વસાવડા. પ્રદેશ મહિલા પ્રમુખ શ્રી.મતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા. શ્રી.જશવંતસિંહ ભટ્ટી દ્વારા નોંધાવવામાં આવી છે. આ ફરીયાદમાં જણાવાયું છે કે ર૧-૪-ર૦ર૦ના અર્નબ ગોસ્વામી દ્વારા ‘પુછતા ભારત’ કાર્યક્રમ પ્રસારીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું હોસ્ટીંગ પણ અર્નબ ગોસ્વામીએ કર્યુ હતું. આ ડીબેટ કાર્યક્રમ પાલઘર મોબલીંચીંગ કેસના મુદ્દે યોજાયો હતો. તા.૧૬ એપ્રિલ અને ૧૭ એપ્રિલની રાત્રે બે હિન્દુ સાધુ સહિત ૩ની ટોળાએ હત્યા કરી નાખી હતી. આ અંગેની ડીબેટમાં અર્નબ ગોસ્વામીએ બરાડા પાડી કાર્યક્રમમાં એવું જણાવ્યું હતું કે આ મામલે શ્રી.મતી સોનીયા ગાંધી શા માટે શાંત છે. કોઇ મોલવી કે ખ્રિસ્તી ધર્મગુરૂની હત્યા થઇ હોત તો ઇટાલીયન સોનીયા ગાંધી ચૂપ રહયા હોત. જો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સતા ઉપર હોત તો આ ઘટના બન્યા બાદ સોનીયા ગાંધીએ ઇટલીની વાહ વાહ મેળવી હોત. તેમ અર્નબ ગોસ્વામીએ જણાવ્યું હતું. અને મુસ્લીમ અને ક્રિશ્ચયન સામે આક્રોશ ઠાલવતી સ્પીચ આપી હતી. કોરોના વાયરસની મહામારી વિશ્વભરમાં ફેલાયેલી છે. ત્યારે આ બિમારી સામે દેશ ઝઝુમી રહયો છે. ત્યારે અર્નબ ગોસ્વામી દ્વારા સોનીયા ગાંધી સામે અકારણ પાયા વિહોણા અપમાનજનક અને માનહાનીજનક શબ્દોની ભરમાર વરસાવવામાં આવી તેની સામે કાયદાકીય પગલા લેવા ફરીયાદમાં માંગણી કરવામાં આવી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200423-WA0427.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *