Gujarat

રાજકોટ શહેર શાકભાજીના ફેરીયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે છોટુનગર ખાતે યોજાયો આરોગ્ય કેમ્પ. ૧૩૭૮ લોકોનું સ્ક્રીનીંગ કરાયુ

*રાજકોટ શહેર શાકભાજીના ફેરીયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે છોટુનગર ખાતે યોજાયો આરોગ્ય કેમ્પ. ૧૩૭૮ લોકોનું સ્ક્રીનીંગ કરાયુ.*

*રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૧૩૭૮ જેટલા શાકભાજી વેચનાર વેપારી, ફેરીયાઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતું. સ્થળ પર તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેવી વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં આવી હતી. ૧૫ જેટલા ડોકટર્સની ટીમ દ્વારા તમામ લોકોનું સ્કીનિંગ કરી તેમને સિમટમ્સ જણાય તો તેમનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ. શહેરનાં તમામ સુપર સ્પ્રેડર્સનું આગામી દિવસોમા તબકકાવાર અલગ અલગ વિસ્તારમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. સુપર સ્પ્રેડરોનું હેલ્થ ચેકઅપ થઈ ચૂકયું છે. તેમજ કાર્ડ ઈશ્યું કરી અપાયા છે. તેવા તમામ સુપર સ્પ્રેડર કે શાકભાજી ફેરીયાઓએ ફરજિયાત આ કાર્ડ ગ્રાહકો જોઈ શકે તેવી રીતે ગળામાં પહેરવાના રહેશે. ઉપરાકેત તમામ કાર્યવાહી બાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ નિયમિત પણે તમામ સુપર સ્પ્રેડરો પર નજર રાખશે. અને જે કોઈ ફેરીયા કે લારીવાળા આ નિયમનું પાલન નહિ કરે કે કાર્ડ ગ્રાહકોને દેખાઈ તે રીતે નહિ બાંધે તો લગત તમામ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત લારી ફેરીયા, શાકભાજી વાળાઓનો માલસામાન પણ જપ્ત કરી લેવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200801-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *