Gujarat

રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી પાન-મસાલાના ગલ્લાઓ તેમજ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો લાગી છે. કલેકટરશ્રી રેમ્યા મોહન નારાજ

*રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી પાન-મસાલાના ગલ્લાઓ તેમજ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો લાગી છે. કલેકટરશ્રી રેમ્યા મોહન નારાજ.*

*રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન-૪.૦ ની છૂટછાટનો દુર ઉપયોગ કરતા નજરે પડ્યા. ત્યારે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન નારાજ થતા જોવા મળ્યા કલેકટરશ્રી રોષ ઠાલવતા કહ્યું કે, લોકો સોશિયલ ડિસ્ટટન્સનું પાલન નથી કરી રહ્યા. લોકો ખરીદી માટે ટોળા કરી રહ્યા છે. ઘણા ખરા લોકો માસ્ક પહેર્યા વગર બહાર નીકળી રહ્યા છે. દુકાન ખુલ્યા પહેલા જ લોકની ભીડ એકઠી થયેલ જોવા મળી. તેમજ નિયમોનું ઉલંઘન કરી રહ્યા છે. જો આવું જ રહેશે તો રાજકોટને બંધ કરવાની નોબત આવી જશે. ત્યારે કલેકટરે લોકોને આવી કપરી પરિસ્થિતિમાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા, ભીડ ભાડ ન કરવા, તેમજ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. ત્યારે લોકો સોશિયલ ડિસ્ટરન્સનું પાલન કર્યા વગર તેમજ નિયમોનું ઉલંઘન કરીને પાનવાળા-ચા વાળા. ફરસાણ વાળા ઉપરાંત દાણાપીઠ, પરાબજાર, માધાપર ચોકડી, ઘંટેશ્વર, ન્યુ રેસકોર્સ સોસાયટી ના વિસ્તારોમાં લોકોના ટોળા ખરીદી માટે નીકળી પડ્યા હતા. રાજકોટમાં ઓડ ઇવેન ફોર્મ્યુલાના ધજાગરા ઉડતા પણ જોવા મળ્યા હતા.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200515-WA0826.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *