*રાજય સરકાર દ્વારા જાહેર રાજકોટ-શ્રીનાથદ્વારા ની આજથી એસ.ટી.ના બે રૂટનો પ્રારંભ.*
*રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રાજય સરકાર દ્વારા તા.૨૪/૬ ના રોજ બહાર પાડવામાં આવેલ પરિપત્રથી રાત્રી ૯ કલાકથી સવારના ૫ કલાક દરમ્યાન વ્યકિતઓની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. લોકો મોટા પ્રમાણમાં એકત્ર ન થાય અને સોશિયલ ડિસ્ટન્ટનું પાલન થાય તે ધ્યાને લઇ નિગમ દ્વારા તા.૧/૭ ના રોજથી સમગ્ર રાજ્યમાં (આંતર રાજ્ય સિવાય) સંચાલન શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજસ્થાન રાજ્યમાં દૈનિક ધોરણે સંચાલિત થતી સર્વિસો પૈકીની મહત્તમ આવક ધરાવતી ૩૪ સર્વિસો ગુજરાત રાજ્યની હદમાં ૬૦ ટકા સીટીંગ કેપેસીટી મુજબ અને રાજસ્થાન રાજ્યમાં ૧૦૦ ટકા સીટીંગ કેપેસીટી મુજબ બસમાં સ્ટેન્ડિંગ મુસાફરો લેવા નહિં. સંચાલન શરૂ કરવા મંજુરી આપવામાં આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


