Gujarat

રાજ્યખોડલધામ મંદિર ટ્રસ્ટે કરી રૂ.21 લાખના દાનની જાહેરાત, આ શહેરમાં હવે ડ્રોનથી રખાશે નજર

કાગવડ ગામે આવેલા જાણીતા ખોડલધામ મંદિર ટ્રસ્ટ તરફથી કોરોના વાયરસ સામે લડવા માટે રૂ.21 લાખના દાનની જાહેરાત કરવામાં આવી છે. રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. આ જાહેરાત ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને જીતુ વસોયા તરફથી કરવામાં આવી છે. આમ રાજકોટમાંથી દાનની સરવાણી શરૂ થઈ ગઈ છે. આ પહેલા ઉજ્જૈન મહાકાલ મંદિરે વડાપ્રધાન તથા મુખ્યમંત્રી રાહત ફંડમં અઢી-અઢી લાખ રૂપિયા આ મહામારી સામે લડવા માટે દાન કર્યા છે. દેશમાં માથું ઉચકતા કોરોના મહામારીને નાથવા માટે ધાર્મિક સંસ્થાનોમાંથી દાનની રકમ શરૂ થઈ છે.
બીજી તરફ રાજકોટ પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે. હવેથી કારણ વગર બહાર નીકળતા લોકો પર ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવી છે. ડ્રોનની મદદથી એમના વીડિયો-ફોટા કેપ્ટર કરીને તપાસ કરવામાં આવશે. એમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થશે. ખાસ કરીને ઘરની બહાર નીકળતા લોકો, શેરી-ચોકમાં ક્રિકેટ રમતા લોકો તથા ગલીના નાકે ઊભા રહેતા ટોળું વળતા કાયદાકીય કાર્યવાહી થશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને બીજા અનાજની હરાજી શરૂ થશે. સાથોસાથ બટેટા અને ડુંગળીની હરાજી પણ શરૂ કરાશે. જેથી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે કોઈ તંગી ન ઊભી થાય. ખાસ પ્રકારના પાસ આપવામાં આવશે. ત્યાર બાદ તેઆ આ સંબંધીત કામગીરી કરી શકશે. અનાજ અને કરિયાણાની હોમ ડિલેવરી પણ શરૂ કરવાનું રાજકોટમાં આયોજન છે.

khodal-dham.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *